શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: ગુરુવાર, 2 નવેમ્બર 2017 (16:59 IST)

શું ખરેખર શહિદ પાટીદારોના પરિવારોને મળેલ 20 લાખની સહાયના ચેક બાઉન્સ થયાં?

તાજેતરમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પાટીદાર આગેવાનો દ્વારા હાર્દિક પટેલને પ્રાઈવેટ આંદોલન ચલાવીને સમાજને ગુમરાહ કરી રહ્યો હોવાનું નિવેદન અપાયું હતું. ત્યારે હાર્દિકે એક ખાનગી ન્યૂઝ ચેનલને આ વિશે જણાવતાં કહ્યું હતું કે જો હું ખોટો છું તો આ સંસ્થા આંદોલન ચલાવે અને પાટીદારોને ન્યાય અપાવે.  હું ખોટો હોઉ તો વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન સમાજના મુદ્દાની વાત કરે અને સરકારને ચેતવણી આપે. પરંતુ આ સંસ્થા તો સરકારની સાથે બેસી સરકારના હિતની વાત કરી રહી છે. આપણને એવું ન ફાવે. હું તો કબણીના પેટે જન્મેલો છું. જે સાચુ છે તે જ કહીશ અને સમાજ હિતની વાત કરીશ. પાટીદાર શહીદોને 35 લાખ રૂપિયા આપવાની વાત હતી અને 20 લાખ રૂપિયા જ આપ્યા તેમાં પણ અમુક ચેક બાઉન્સ થયા.

હાર્દિક પટેલે વધુમાં કહ્યું હતું કે ચૂંટણી સમયે આવા તો અનેક લોકો હજુ આવવાના છે. તેના તરફ બહું ધ્યાન રાખવું ન જોઈએ. સમાજ નો આર્થિક રીતે શ્રીમંત,મધ્યમ તેમજ કચડાયેલો વર્ગ, યુવાનો, મહિલાઓ, વડીલો આ આંદોલનની સાથે છે. આપના જેવા કેટલાક NRI વ્યક્તિગત લાભાર્થીઓ (ધંધાકીય) લોકો વર્તમાન સરકારની વાહવાહી કરવામાંથી નવરા નથી પડતા.પાટીદાર આંદોલનકારીઓ માની રહ્યા છે કે ભાજપમાંથી ચૂંટણી લડી ચૂકેલા સી. કે. પટેલ અગાઉ ખરાબ રીતે ચૂંટણી હાર્યા હતા. અબજો પતિ સી. કે. પટેલને અનામતની જરૂર નથી પણ ગરીબ પાટીદારોને છે. બીજું આપને એવું લાગે કે સમાજ તમારી સાથે છે તો એક જાહેરસભા તમારી વ્યક્તિગત પ્રતિષ્ઠાથી બોલાવો (સંસ્થા કે પક્ષના નામે નહીં) એટલે દૂધ નું દૂધ અને પાણીનું પાણી થઈ જશે, એવું