શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: બુધવાર, 29 નવેમ્બર 2017 (15:18 IST)

જિજ્ઞેશ મેવાણી વિરૂદ્ધ બિનજામીનપાત્ર વોરંટ ઈશ્યુ કરાયુ, ગઢડામાં હાર્દિક સાથેની સભા મોકુફ

ગઢડા ખાતે આજે દલિત નેતા જીગ્નેશ મેવાણી અને પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલની સભા યોજાનાર હતી. જો કે કેટલાક કારણોસર આ સભા મોકૂફ રાખવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ અંગે બોટાદના પાસ કન્વીનર દિલીપ સાબવાએ જણાવ્યું હતું કે, કેટલાક રાજકીય કારણોને લઈને આ સભા મોકૂફ રાખવામાં આવી છે. જેમાં મુખ્ય કારણ જીજ્ઞેશ મેવાણી સામે ઈશ્યુ થયેલું વોરંટ છે. દલિત નેતા જીજ્ઞેશ મેવાણીને કોઈ કેસ અંતર્ગત કોર્ટમાં હાજર રહેવાનું હતું. પરંતુ તેઓ હાજર ન રહ્યા હોવાથી આ વોરંટ ઈશ્યુ કરવામાં આવ્યું છે.

રેલવે રોકો આંદોલન અંતર્ગત જીજ્ઞેશ મેવાણી વિરૂધ્ધ ફરિયાદ કરવામાં આવી હતી. આ કેસની સુનાવણી સમયે કોઈ કારણોસર જીજ્ઞેશ મેવાણી હાજર રહ્યા ન હતા. જેને લઈને નામદાર કોર્ટ દ્વારા જીજ્ઞેશ મેવાણી વિરૂધ્ધ વોરંટ ઈશ્યુ કરવામાં આવ્યું છે. આ વોરંટમાં આજે આખો દિવસ જીગ્નેશ મેવાણીને કોર્ટમાં હાજર રહેવાનું ફરમાન કરવામાં આવ્યું છે.