મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: ગુરુવાર, 23 નવેમ્બર 2017 (13:16 IST)

આખરે શંકરસિંહ વાઘેલાની પાર્ટીના ઉમેદવારો જાહેર થયાં, જાણો કોણ ક્યાંથી લડશે ચૂંટણી

ગુજરાતમાં કોંગ્રેસથી છેડો ફાડ્યા બાદ ખોવાઈ ગયેલા ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના જનવિકલ્પ મોરચાએ પ્રથમ તબક્કાની ચૂંટણી યોજાવાની છે તે રાજ્યની 89 બેઠકોમાંથી 69 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હોવાની જાહેરાત કરી છે. જનમોરચાએ કઈ બેઠક પર કોને ઉભા રાખ્યા તેની યાદી આ પ્રમાણે છે.

આજે પત્રકાર પરિષદને સંબોધતાં શંકરસિંહ વાઘેલાએ ચૂંટણી પ્રતિક તથા ચૂંટણી ઢંઢેરાની વિગતો જાહેર કરી હતી. આ પ્રસંગે શંકરસિંહ બાપુ, જનવિકલ્પના પ્રદેશ અધ્યક્ષ પ્રવકતા તથા મંત્રી પાર્થેશ પટેલ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.