સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 1 ડિસેમ્બર 2022 (23:40 IST)

ગુજરાત વિધાનસભા ચૂંટણી : પ્રથમ તબક્કામાં સરેરાશ 60.11 ટકા મતદાન, નર્મદા જિલ્લામાં સૌથી વધુ 73 ટકા

gujarat election
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે. વિધાનસભાની 182 પૈકી 89 બેઠકો પર સાંજે પાંચ વાગ્યે મતદાન પૂર્ણ થયું હતું. ચૂંટણીપંચની વોટર ટર્નઆઉટ ઍપ્લિકેશન મુજબ, મતદાન પૂર્ણ થયા બાદ તમામ 89 બેઠકો પર સરેરાશ 60.11 ટકા મતદાન નોંધાયું છે. સૌથી વધુ 73.02 ટકા મતદાન નર્મદા જિલ્લામાં થયું છે. જ્યારે સૌથી ઓછું 53.83 ટકા મતદાન પોરબંદર જિલ્લામાં નોંધાયું છે.
 
પ્રથમ તબક્કાની ચૂંટણી સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં યોજાયું હતું. આજે 19 જિલ્લાની 89 વિધાનસભા બેઠકો પર કુલ 788 ઉમેદવારોના ભાવિનો નિર્ણય ઈવીએમમાં ​​થઈ ગયો છે. હવે ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન પાંચમી ડિસેમ્બરના રોજ યોજાશે. અને આઠ ડિસેમ્બરે ગુજરાત ચૂંટણીનું પરિણામ આવશે.
 
 
પ્રથમ તબક્કામાં આજે 89 વિધાનસભા બેઠકો પર મતદાન પૂર્ણ થયું હતું. નવીનતમ માહિતી પ્રાપ્ત થાય ત્યાં સુધી લગભગ 60 ટકા મતદાન થયાના સમાચાર છે. આ અંતિમ આંકડો નથી. ચૂંટણી પંચ દ્વારા અંતિમ આંકડાઓ પછીથી અપડેટ કરવામાં આવશે. 
 
 
ક્યાં કેટલા ટકા મતદાન
તાપી - 72 ટકા
નર્મદા - 69 ટકા
ભાવનગર - 51 ટકા
નવસારી - 65.91 ટકા
ડાંગ - 65 ટકા
વલસાડ - 62 ટકા
ગીર સોમનાથ - 60 ટકા