રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી સમાચાર
Written By વૃષિકા ભાવસાર|
Last Modified: ગુરુવાર, 17 નવેમ્બર 2022 (16:02 IST)

ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે 36 ઉમેદવારોને મેન્ડેટ આપ્યાઃ પૂર્વ IPS ડી જી વણજારા

GUJARAT ELECTION
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે. આ ચૂંટણીમાં એક પછી એક અનેક પક્ષો ઝંપલાવી રહ્યા છે અને પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી રહ્યા છે. 'પ્રજા વિજય પક્ષ'ના રાષ્ટ્રીય અધ્યક્ષ ડી. જી. વણજારાએ અમદાવાદ ખાતે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. ગુજરાતના પૂર્વ ડી.જી. વણઝારાએ થોડા દિવસ પહેલા જ 'પ્રજા વિજય પક્ષ' નામની પોતાની પાર્ટી લોન્ચ કરી હતી.

આ પ્રેસ કોન્ફરન્સમાં તેમણે કહ્યું હતું કે, ગુજરાતમાં પ્રથમ અને બીજા તબક્કામાં યોજાનારી ચૂંટણીમાં 36 લોકોને મેન્ડેટ આપવામાં આવ્યા છે. તેમણે કહ્યું હતું કે, અમે ક્વોલીટી ઉપર ભાર મૂક્યો છે. અમે 16 આગોવાનોની યાદી બનાવી છે. તેઓ ઉમેદવાર માટે પ્રચાર કરશે. આ માટે રબારી કોલોની ચાર રસ્તા પર પાર્ટીનું કાર્યાલય પણ ખોલવામાં આવ્યું છે. અમદાવાદમાં 6 બેઠકો પર અમારા ઉમેદવારો ઉભા રહેશે. તેમાં દાણીલીમડા, અમરાઈવાડી, નિકોલ સહિતની બેઠકો પર અમારા ઉમેદવારો ચૂંટણી લડશે. તેમણે જણાવ્યું હતું કે, અમારા એક પણ ઉમેદવાર સામે કોઈ ગુનો નોંધાયેલો નથી.વધુમાં તેમણે કહ્યું હતું કે, અત્યારે રાજ્યમાં ભય અને ભ્રષ્ટાચારનો માહોલ છે. અમે આ મુદ્દાઓ પ્રજા વચ્ચે લઈ જઈ રહ્યા છીએ