બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022
  3. ગુજરાત ચૂંટણી સમાચાર
Written By
Last Modified: સોમવાર, 8 ઑગસ્ટ 2022 (12:47 IST)

અશોક ગેહલોત 10મી ઓગસ્ટે ગુજરાત આવશે,વિધાનસભાના પ્રભારીઓ અને નિરીક્ષકો સાથે બેઠક કરશે

ashok
ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે કોંગ્રેસે ચૂંટણીની તૈયારીઓ હાથ ધરી છે. અગાઉ કેન્દ્રીય નેતાઓએ ગુજરાતના પ્રભારીઓ સાથે બેઠક કરી હતી. હવે 
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત ગુજરાતના પ્રવાસે 10 ઓગસ્ટે આવશે. જોકે 11મીએ રક્ષાબંધનનો તહેવાર હોવાથી તેમણે બે દિવસીય પ્રવાસને એક દિવસીયનો કર્યો છે. 
 
કોંગ્રેસના સત્તાવાર સૂત્રોના મુજબ, ગેહલોત 10મીએ ગુજરાત આવશે તે નક્કી છે. તેઓ આવીને વિધાનસભાના પ્રભારીઓ અને નિરીક્ષકો સાથે બેઠક કરશે. આ બેઠકમાં નિરીક્ષકો 
વિવિધ બેઠક પ્રમાણેનો અહેવાલ તૈયાર કરીને રજૂ કરશે.ભાજપ દ્વારા ત્રિરંગા યાત્રા કાઢવામાં આવી રહી છે ત્યારે કોંગ્રેસે પણ ગુજરાતભરમાં ત્રિરંગા યાત્રા કાઢવાની જાહેરાત કરી છે. કોંગ્રેસ દ્વારા 9મી ઓગસ્ટથી ગુજરાતના તમામ જિલ્લા મથકો પર ત્રિરંગા યાત્રા કાઢવામાં આવશે. અમદાવાદમાં 9મીએ ત્રિરંગા યાત્રા કાઢવામાં આવશે અને આ યાત્રા સવારે સવારે 10 કલાકે ગુજરાત કોલેજ ખાતેથી વીર વિનોદ કિનારીવાલાના શહીદ સ્મારક ખાતેથી નીકળશે. આ યાત્રા ગુજરાત કોલેજથી નીકળીને ગાંધી આશ્રમ જશે અને ત્યાંથી પછી પાલડી ખાતેના ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે જશે. આ પછી યાત્રા અમદાવાદના જૂદા જૂદા વિધાનસભા વિસ્તારમાં ફરશે.અગાઉ 2 વખત ગેહલોતનો પ્રવાસ મુલત્વી રહ્યો હતો. જો કે, આ વખતે ગેહલોતના પ્રવાસ બાદ મોટી ખબરસામે આવી શકે છે. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસે ઉમેદવારોની પહેલી યાદી તૈયાર કરી લીધી છે. આથી, ગેહલોત ઉમેદવાર મામલે જરૂરી સૂચના આપશે. કોંગ્રેસે 58 ઉમેદવારો ફાઇનલ કર્યા છે. છેલ્લી 3 ટર્મથી હારતી બેઠક પર કોંગ્રેસ જલ્દી ઉમેદવાર જાહેર કરશે. ઉમેદવારનું લિસ્ટ હાઇકમાન્ડને મોકલાયું છે. આથી, કોંગ્રેસ ગમે તે સમયે ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરી શકે છે.