1. ધર્મ
  2. હિન્દુ
  3. ગુજરાતી આરતી સંગ્રહ
Written By
Last Updated : સોમવાર, 24 જુલાઈ 2023 (12:34 IST)

Dashama ni Aarti - જય જય દશામા માતા

જય જય દશામા માતા,  તમારા ગુણ ગાતા રંક રાજા 
ભક્તજનોના સંકટ હરતા, દેતા સુખ સમુદ્ધિ શાતા.. જય જય દશામા 
 
મન માંગ્યા વરદાન દેતા, કરતા ભક્તોની પુરી આશા 
વાંઝિયાના ખોળા ભરતા, વિયોગીની કરતા પૂરી અભિલાષા.. જય જય દશામા 
 
નિર્ધનને ધનવાન બનાવે, ભક્તની ભીડે દોડી આવતા, 
દુર્બળને શક્તિ અપાર દેતા, અપંગને કરતા દોડતા જય જય દશામા 
 
અપરંપાર છે લીલા તમારી માતા, ભક્તોના તમે દુ:ખ ભાંગતા 
થાતી લીલી વાડી એની, તમને જે ભજતા દિલથી સાચા.. જય જય દશામા