ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Updated : બુધવાર, 30 જૂન 2021 (16:47 IST)

Rainy Season- વરસાદના મૌસમમાં વાળ ખરે છે તો અઠવાડિયામા એક વાર લગાવો આ Hair Pack

વરસાદના મૌસમમાં વાળ ખરવું , ડ્રાઈનેસ, સ્કેલ્પ ઈંફેક્શન, માથામાં ફોલ્લીઓ જેવી ઘણી પરેશાનીઓનો સામનો કરવો પડે છે. ઘણી વાર તો વરસાદમાં પલળવાના કારણે માથામાં જૂ પણ પડી જાય છે. તેથી અમે 
તમને એક એવા હોમમેડ પેક વિશે જણાવીશ જે ન માત્ર વરસાદી મૌસમમાં થતી સમસ્યાઓથી છુટકારો અપાવશે પણ તેનાથી વાળ સિલ્કી અને શાઈની પણ થશે. ચાલો તમને જણાવીએ વાળ માટે બેસ્ટ હેયરપેક 
તેના માટે તમને જોઈએ 
લીમડાના પાન 10-15 
દહીં 
સરસવનુ તેલ 
 
પૈક બનાવવાની રીત 
1. સૌથી પહેલા લીમડાના પાનને ધોઈને બ્લેંડરથી સ્મૂદ પેસ્ટ બનાવી લો. તમે ઈચ્છો તો તેના માટે બજારથી લીમડા પાઉડર પણ ઉપયોગ કરી શકો છો. 
2. હવે બાઉલમાં લીમડાના પાનનો પેસ્ટ અને દહીંને સમાન માત્રામાં મિક્સ કરો. ધ્યાન રાખો કે તેમાં ગઠણા ન પડે. 
3. ત્યારબાદ તેમાં સરસવનુ તેલ મિક્સ કરી 5 મિનિટમાં મૂકી દો. તમે તેને હેયરઑઈલની રીતે મિક્સ કરી શકો છો. 
 
કેવી રીતે ઉપયોગ કરવું 
ખોપડીમાં આ પેકને સારી રીતે લગાવીને અંબૂડા બનાવી લો. હવે તેને 1 કલાક માટે મૂકી દો. ત્યારબાદ શેંપૂ અને કંડીશનરથી વાળને સારી રીતે ધોઈ લો. તમે અઠવાડિયામાં ઓછામાં ઓછા 3 વાર ઉપયોગ કરી શકો છો. સમયની કમી છે તો અઠવાડિયામાં 1 વાર આ પેક જરૂર લગાવો. 
 
ઑયલથી કરવી મસાક 
ધ્યાન રાખો કે કોઈ પણ મોસમ હોય કોઈ પણ તેલને હૂંફાણા કરી વાળની મસાજ જરૂર કરવી. જો સ્કેલ્પ ઑયલી છે કે ડ્રેંડ્રફ હોય તો તેમાં 2 ટીંપા લીંબૂના રસની નાખી લો. 
 
શા માટે ફાયદાકારી છે આ પેક 
1. એંટી ફંગલ, એંટી બેક્ટીરિયલ પ્રાપર્ટીવાળા લીમડા ગંદગી અને કીટાણુનો નાશ કરે છે. તેનાથી તમે વરસાદમાં થતી સમસ્યાઓથી બચ્યા રહો છો. 
2. તેનાથી વાળને પોષણ પણ મળે છે જેનાથી તે ખરવા બંદ થઈ જાય છે. 
3.  લીમડાનો પેસ્ટ બનાવીને લગાવવાથી ડેંડ્રફની સમસ્યા દૂર થાય છે. 
4. વાળ સૂકા અને બેજાન થઈ ગયા છે તો આ પેક તમારા માટે ખૂબ ફાયદાકારી છે કારણકે લીમડા નેચરલ કંડીશનરનો કામ કરે છે.