ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Updated : શુક્રવાર, 9 માર્ચ 2018 (17:57 IST)

એક ચમચી સાબૂદાણા છે ચેહરા માટે ટૉનિક, ચહેરા પર ગ્લો આવે છે

સાબૂદાણામાં બહુ વધારે માત્રામાં કેલ્શિયમ અને આયરન ભરપૂર માત્રામાં હોય છે. ન્યૂટ્રિશન ભરપૂર હોય છે. આપણો ચેહરો અને આપણું સ્વાસ્થય બન્ને માટે સાબૂદાણા ખૂબ લાભકારી  હોય છે. તેને ખાવાથી ચેહરાની રંગતને બદલી શકાય છે. ઉપરાંત તેના ઉપયોગથી ચેહરાના ડાઘ ધબ્બા પણ દૂર થાય છે. આજે આપણે જાણીએ સાબૂદાણાના ફાયદા વિશે... 
1. સાબૂદાણાને આપણે થોડા લેવા અને થોડા વાટ્યા  પછી થોડું દૂધ નાખી તેનું પેસ્ટ બનાવીને ચેહરા પર લગાવો તો તમારો ચેહરા જલ્દી ગોરા થઈ જશે. 
 
2. સાબૂદાણાના પાવડરની અંદર જો તમે થોડું ઑલિવ ઑયલ  મિક્સ કરી વાળ પર લગાવશો તો તમારા વાળની જેટલી પણ પ્રાબ્લમ હોય છે તેને દૂર કરશે. 
 
3. સાબૂદાણાના પાવડરની અંદર આપણે થોડું મધ કે લીંબૂ મિક્સ કરી તેને ચેહરા પર લગાવો જેનાથી તમારા જેટલા પણ ડાઘ ધબ્બા હોય છે.એ દૂર થઈ જશે.
 
4. સાબૂદાણાને વાટીને તેમાં હળદર અને ગુલાબ જળ મિક્સ કરી તમારા ચેહરા પર લગાવશો તો આપણા ચેહરા પર જેટલી પણ ફોલ્લીઓ છે એ દૂર થઈ જશે. 
 
5. સાબૂદાણાને વાટીને તેમાં  થોડું દહીં અને બેસન મિક્સ કરી લગાવશો તો  કાળાશ પણ દૂર થઈ જશે. 
 
6. સાબૂદાણાના પાવડરમાં થોડો ચોખાનું લોટ નાખી દો અને તે બન્નેને મિક્સ કરી લગાવો ચેહરા પર જેટલી પણ કરચલીઓ છે એ દૂર થશે.