1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વ્યાપાર સમાચાર
Written By વેબ દુનિયા|
Last Modified: શુક્રવાર, 28 જૂન 2013 (13:00 IST)

પેન્‍શનર, પેન્‍શનરના કુટુંબને કામ લાગે તેવી બાબતોઃ સાચવી રાખો...કામ લાગશે...

P.R
(૧) નિવૃતિ સમયનાં છેલ્લા પગાર ધોરણમાં મળેલ છેલ્લા પગાર પ્રમાણપત્ર કચેરી પાસેથી મેળવી લેવું જે દરેક કચેરી આપવા બંધાયેલ છે, જેમાં છેલ્લા ૧૦ માસ દરમ્‍યાન મેળવેલ પગાર જે કપાત થતી હોય, મેડીકલ ભથ્‍થુ કે ખર્ચ મજરે મેળવતા હોય તેની વિગત દર્શાવવી જરૂરી છે.

(૨) સર્વ પ્રથમ મંજૂર થયેલ પેન્‍શનના હુકમની અસલ તેમજ સમયે સમયે પેન્‍શન સુધારણા યોજના હેઠળ મંજૂર થયેલ સુધારેલ પેન્‍શનનાં હુકમની નકલ.

(૩) પ્રથમ અને ત્‍યાર બાદ પેન્‍શન સુધારણા થતા પેન્‍શનની રકમનું મૂડીકૃત રૂપાંતરની રકમ જે તે સમયે રકમ કયારે અને કેટલી મળી તેની તારીખોની નોંધ કરવી, કારણ કે મૂડીકૃત પેન્‍શનની રૂપાંતરીત રકમ જે માસથી મળેલ હોય તે માસથી પંદર વર્ષે પુનઃસ્‍થાપન થઈ શકે છે.

(૪) પેન્‍શન ઉપર ઉતર્યા બાદ પ્રથમ પેન્‍શન મેળવ્‍યા બાદ સરકારશ્રી તરફથી તા. ૨૮-૪-૮૪ ના ઠરાવની જોગવાઈ પ્રમાણે નિયુકિતપત્રક તેજુરી કચેરીમાંથી મેળવી, યોગ્‍ય રીતે ભરી, તેજુરી અધિકારીશ્રીના સહી - સિક્કા કરાવી એક નકલ નિયુકિતપત્રક તેજુરી કચેરીને મળેલ છે તેના સહી - સિક્કા કરાવી આપની પાસે રાખવી, જેથી સમયે મુશ્‍કેલી ન પડે.

(૫) ઉપર જણાવ્‍યા (૪) પ્રમાણે જે બેન્‍કમાંથી પેન્‍શન મળતુ હોય તે બેન્‍કમાં પણ વારસા નિયુકિત પત્રક ભરી એક નકલ મેળવી રાખવી, જેથી પેન્‍શનરના અવસાન થતા બેન્‍કમાં પડેલ રકમ વારસદારને મેળવવામાં તકલીફ ન પડે.

(૬) બેન્‍કમાં પેન્‍શનરના ખાતા સાથે હવેથી તેના ધર્મપત્‍નિના સંયુકત નામે ખોલાવી શકાય છે, પરંતુ કુટુંબ પેન્‍શનરના કિસ્‍સામાં માત્ર કુટુંબ પેન્‍શનરના એક જ નામે ખાતુ ખોલી શકાય છે. કુટુંબ પેન્‍શનરના કિસ્‍સામાં અન્‍ય કોઈ સાથે ખાતુ ખોલી શકાતુ નથી.

(૭) સંયુકત નામે ખાતુ હોવા છતા પેન્‍શનરે બેન્‍કમાં પણ નિયુકિતપત્રક ભરવું જરૂરી છે. વારસા નિયુકિત પત્રકના અભાવે બેન્‍કમાં પડેલ રકમ મેળવવા પેન્‍શનરના વારસદારને બેન્‍કમાં પડેલ રકમ મેળવવા લાંબી અને ખર્ચાળ પ્રક્રિયા કરવી પડે છે, જો નિયુકિતપત્રક ભરેલ ન હોય અને પેન્‍શનર - કુટુંબ પેન્‍શનરના ખાતામાં અવસાન સમયે રૂા. ૨૫૦/- થી રૂા. ૫૦૦/- જેટલી રકમ હોય તો તે રકમ મેળવવા પ્રયત્‍ન ન કરવો, કારણ કે એટલી રકમ મેળવવા તેટલી રકમનો બેન્‍કનો ખર્ચ થઈ જાય છે.

કુટુંબ પેન્‍શનર જોગ

(૧) મૂળ પેન્‍શનરના અવસાન બાદ પેન્‍શનરના કાયદેસરના વારસદાર તેમના ધર્મપત્‍નીનું નામ પેન્‍શન પેમેન્‍ટ ઓર્ડરમાં નિર્દેશ કરેલ હોવાથી કુટુંબ પેન્‍શન મેળવનારના વારસદારે સર્વ પ્રથમ પેન્‍શનરના અવસાનની જાણ - અગ્નિદાહ દેવાની રજા ચીઠ્ઠીની ઝેરોક્ષ સાથે તાત્‍કાલીક જે તે તેજુરી કચેરીને લેખિતમાં કરવાથી પેન્‍શનરનું અવસાન બાદ પેન્‍શનની રકમ બેન્‍કમાં જમા ન થાય તેવી વ્‍યવસ્‍થા તેજુરી કચેરી કરી શકે.

(૨) હવે કુટુંબ પેન્‍શન મેળવનાર ધર્મપત્‍નીએ સર્વપ્રથમ પોતાના નામનું બેન્‍કમાં ખાતુ ખોલાવવું પડે, જે માટે તેજુરી કચેરીમાંથી પરિશિષ્ટ મળે છે તે ભરી જે તે બેન્‍કના અધિકારીશ્રીની સહી - સિક્કા કરાવી ધર્મપત્‍ની / પતિની સહીથી કુટુંબ પેન્‍શન ચાલુ કરવા - ગુજરનાર પેન્‍શનરની ઉત્તરક્રિયા (કુટુંબ પેન્‍શનરને મળવાપાત્ર નથી) માટે જે એક આખુ પેન્‍શન (મેડીકલ અલાઉન્‍સ સિવાય) મૂળ પેન્‍શન અને અવસાન સમયે મળતી મોંઘવારી ભથ્‍થાની એકસગ્રેસીયા રકમ મેળવવા માટે બે ફોટા - બે નકલમાં કુટુંબ પેન્‍શનરની સહી - અંગૂઠાનું નિશાન, ઓળખચિન્‍હ વિગેરે રાજયપત્રિત અધિકારીથી અથવા બેન્‍ક મેનેજરશ્રી પાસેથી પ્રમાણિત કરી પેન્‍શનરના અસલ પેન્‍શન પેમેન્‍ટ ઓર્ડરની ચોપડી તેમજ અસલ તેમજ એક ઝેરોક્ષ - મરણના પ્રમાણપત્રના દાખલા સાથે જે તે તેજુરી કચેરીમાં રજૂ કરવાથી કુટુંબ પેન્‍શન શરૂ કરવાની પ્રક્રિયા થઈ શકે.

(૩) કુટુંબ પેન્‍શનર પોતાની સગવડતા પ્રમાણે બેન્‍કમાંથી પેન્‍શન મેળવવા ઈચ્‍છા ધરાવતા હોય ત્‍યા પોતાના નામનું એક નામનું ખાતુ ખોલાવવું અને ખાતુ ખોલાવતી વખતે બેન્‍કમાં વારસા નિયુકિતપત્રક ભરાવી લેવું એથી કુટુંબ પેન્‍શનરના અવસાન બાદ બેન્‍કમાં પડેલ રકમ મેળવવામાં તકલીફ ન પડે.

(૪) ઉપર - (૩) માં જણાવ્‍યા પ્રમાણે કુટુંબ પેન્‍શનરે તેજુરી કચેરીમાં પણ વારસા નિયુકિતપત્રક ભરી એક અધિકૃત કરેલ અસલ નકલ પોતાની પાસે રાખવી જરૂરી છે, જેથી ભવિષ્‍યમાં કુટુંબ પેન્‍શનરના અવસાન બાદ બાકી રહેતી રકમ મેળવવામાં તકલીફ ન પડે.

(૫) પેન્‍શનરના અવસાન બાદ કુટુંબ પેન્‍શન શરૂ થઈ ગયા બાદ પેન્‍શનરના બેન્‍ક ખાતામાં જે રકમ બાકી હોય તે મેળવવા તેજુરી કચેરી પાસેથી ‘‘ના વાંધા પ્રમાણપત્ર'' - ‘‘નો ડયુ પ્રમાણપત્ર'' મેળવી બેન્‍કમાં રજુ કરવાથી બેન્‍કમાં વારસા નિયુકિતપત્રકના આધારે ખાતામાં પડેલ બેલેન્‍સ રકમ મેળવવામાં તકલીફ ન પડે.

(૬) પેન્‍શનર - કુટુંબ પેન્‍શનરના અવસાન સમયે પેન્‍શનર - કુટુંબ પેન્‍શનરનું જે અસલ નામ પેન્‍શન પેમેન્‍ટ ઓર્ડરમાં જણાવેલ તે નામનું જ મરણ પ્રમાણપત્ર મેળવવા માટે અગ્નિદાહ દેવા માટે જે રજા ચીઠ્ઠી કરાવે ત્‍યારે અસલ નામ જ લખાવવામાં આવે તેનું ખાસ ધ્‍યાન રાખવું. હુલામણું કે અન્‍ય કોઈ નામ ભુલેચુકે લખાવવામાં ન આવે તે ધ્‍યાને રાખવાનું રહે છે.

(૭) કુટુંબ પેન્‍શન મેળવનાર કુટુંબ પેન્‍શનરે પોતાની પેન્‍શન પેમેન્‍ટ ઓર્ડરની (પેન્‍શનર્સ હાફ) જે તે તેજુરી કચેરીમાંથી મેળવેલ છે તે કુટુંબ પેન્‍શન શરૂ કરાવતી વખતે ઉપર જણાવ્‍યા (૨) પ્રમાણે અરજી સાથે રાખેલ હોય તે કુટુંબ પેન્‍શન શરૂ થયા બાદ કુટુંબ પેન્‍શનરે પાછી મેળવી લેવી.

(૮) ઉપર કુટુંબ પેન્‍શનર માટે પારા - (૫) માં જણાવ્‍યા પ્રમાણે કુટુંબ પેન્‍શનરના અવસાન બાદ જે પ્રક્રિયા પેન્‍શનરના અવસાન બાદ કરવામાં આવે છે તે જ પ્રક્રિયા, કુટુંબ પેન્‍શનરના અવસાન તેના વારસદાર કે જેના નામે વારસાનિયુકિતપત્રક ભરેલ હોય તેમણે કરવાની અને બેન્‍કમાં પડેલ બેલેન્‍સ મેળવવા તે જ પ્રમાણેની પ્રક્રિયા કરવાની રહેશે.

આ માર્ગદર્શિકા પેન્‍શનરી કુટુંબ પેન્‍શનરે પોતાના સ્‍વજનોની જાણ ખાતર વંચાવી, યોગ્‍ય સ્‍થળે સાચવી રાખવા અને ભવિષ્‍યમાં જયારે પ્રસંગ ઉપસ્‍થિત થાય ત્‍યારે ઉપયોગમાં લઈ શકાય તેવી સુચના આપવી.