પાકિસ્તાનમાં ટામેટાએ બતાવ્યો પોતાનો રંગ, કિમત 170 રૂપિયા પ્રતિ કિલો
પાકિસ્તાન હાલ મોંઘવારીના મારથે બેહાલ છે. ત્યા રોજબરોજની વસ્તુઓની કિમંતો સતત વધતી જઈ રહી છે. પાકિસ્તાનમાં ફક્ત એક દિવસમાં ટામેટાની કિમંતો વધીને સરેરાશ 170 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ છે. ટામેટાની કિમંતમાં આટલો વધારો થતા ત્યાના લોકો ખૂબ પરેશાન છે. ત્યાની ગૃહિણીઓ રસોડામાં ટામેટાના વિકલ્પ પર વિચાર કરી રહી છે. ટામેટાના ભાવ વધવાને કારણે સ્થાનીક દુકાનદારો થોક બજારમાંથી તેને ખરીદવા બંધ કરી દીધા છે. જેના કારણે બજારમાં કુત્રિમ કમી આવી ગઈ છે.
જમાખોરીને કારણે વધ્યા ટામેટાના ભાવ
સૂત્રોના જણાવ્યા મુજબ કરાચીના એક સ્થાનીક વિક્રેતાએ કહ્યુ કે જમાખોરી અને નફાખોરીને કારણે ટામેટાના ભાવ વધ્યા છે. કરાચી જથ્થાબંધ શાકભાજીના વિક્રેતા એસોસિએશનના પ્રેસીડેટ હાજી શહાજહાએ કહ્યુ કે બલૂચિસ્તાનથી ટામેટાની આવક ઓછી રહી છે અને ઈરાનથી આવનારા ટામેટા પણ પહોંચી રહ્યા નથી. કાબુલથી આવનારા ટામેટા પણ કોઈ કારણસર અટવાયા છે. તેમણે કહ્યુ કે સામાન્ય રીતે ટામેટાનો પાક ઓક્ટોબરમાં આવે છે. પણ આ વખતે તેમા મોડુ થયુ છે. જેને કારણે ભાવ વધ્યા છે. તેમણે કહ્યુ કે 15 થી 20 દિવસમાં આવક સુધરવાની આશા છે.
લોટ-ખાંડ ખરીદવા થયા મોંઘા
એક રિપોર્ટ મુજબ પાકિસ્તાનમાં ટામેટાની સત્તાવાર કિમંત 85 પાકિસ્તાની રૂપિયા છે. પણ સિંઘ અને પાક્સિતાનની સરકાર કિમંત પર લગામ લગાવવામાં નિષ્ફળ રહી છે. લાહોરના ઈકબાલ ક્ષેત્રની એક ગૃહિણીએ કહ્યુ કે મોંઘવારીને કારણે હવે ટામેટા ખરીદવા પણ મુશ્કેલ થઈ ગયા છે. મોંઘવારીને કારણે દરેક વસ્તુ હાથમાંથી નીકળતી ગઈ છે. તેમણે કહ્યુ કે લોટ, ખાંડ તેલ અને અન્ય શાકભાજીની કિમંત પણ ખૂબ જ વધી ગઈ છે.