દશેરાએ મોંઘા ફાફડા જલેબી ખાવા તૈયાર રહો, એક કિલોનો ભાવ રૂ. 750 સુધી પહોંચ્યો
દશેરાનો પર્વ હોય અને ભોજનમાં ફાફડા જલેબીનું ખાણું ન હોય તો કેમ ચાલે. અમદાવાદમાં ફાફડા-જલેબીનુ ધૂમ વેચાણ શરૂ કરવામાં આવ્યું છે. જો કે, ફાફડા અને જલેબીના ભાવમાં ગત્ત વર્ષની સરખામણીએ 15થી 20 ટકાનો વધારો થયો છે. ગત વર્ષે જે ફાફડા રૂપિયા 420 પ્રતિ કિલોએ વેંચાતા હતા તે ફાફડાના ભાવમાં રૂપિયા 200નો વધારો થયો છે. જ્યારે જલેબીના ભાવમાં પણ વધારો થયો છે. ગત વર્ષે જલેબી 520 રૂપિયાથી 560 રૂપિયા પ્રતિ કિલોએ વેચાઈ રહી છે. ત્યારે આ વર્ષે જીએસટીના કારણે ફાફડા અને જલેબીમાં ભાવ વધારો થયો હોવાનું માનવામાં આવી રહ્યું છે. શહેરની અમુક પ્રસિદ્ધ ફરસાણની દુકાનોમાં એક કિલો ફાફડાનો ભાવ રુપિયા 650 તો જલેબીનો ભાવ 750એ પહોંચ્યો છે.અમદાવાદ સ્થિત કેટલીક જાણીતી સ્વીટ શોપમાં એક કિલો ફાફડાની કિંમત રૂ.650 અને જલેબી રૂ.750 સુધી પહોંચી છે. જ્યારે જીએસટીની ચુકવણી ન કરનારા વેપારીઓએ પણ ફાફડાનો ભાવ રૂ. 400 સુધી રાખ્યો છે. આ અગાઉ કેન્દ્ર સકરકારે ફાફડા પર 12 ટકા જીએસટી રાખ્યો હતો. જો કે રિવાઇઝ્ડ જીએસટી 5 ટકા કર્યો હતો. ત્યારે ફાફડા જલેબી મોંધી બનતા સ્વાદના રસિયાઓ પર વધુ એક બોજો પડશે.અમદાવાદ સિવાય રાજ્યના અન્ય શહેરોની વાત કરીએ તો રાજકોટમાં ફાફડાનો ભાવ રૂ.300 અને જલેબીનો ભાવ 350 રુપિયા સુધી છે, વડોદરામાં રૂ 500 અને સુરતમાં ફાપડાનો રૂ. 450, જલેબી 440 રુપિયા કિલો સુધી ભાવ પહોંચ્યો છે.