આજે પેટ્રોલના ભાવ રહ્યા સ્થિર, જાણો આજના રેટ્સ
રાજધાની દિલ્હી સહિત દેશના ચાર મોટા મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સોમવારે સ્થિરતા જોવા મળી. ઈંડિયન ઓઈલ એ દિલ્હી, મુંબઈ, કલકત્તા અને ચેન્નઈમાં પેટ્રોલ અને ડીઝલની કિમંતોમાં આજે કોઈ ફેરફાર થયો નથી. દિલ્હીમાં પેટ્રોલ 72.85 રૂપિયા અને ડીઝલ ક્રમશ 66.11 રૂપિયા પ્રતિ લીટર મળી રહ્યુ છે. મુંબઈમાં પેટ્રોલ 78.42 રૂપિયા અને ડીઝલ 69.19 રૂપિયા પ્રતિ લીટર વેચાય રહ્યુ છે.
કલકત્તામાં પેટ્રોલની કિમંત 74.87 રૂપિયા અને ડીઝલના ભાવ 67.85 રૂપિયા છે બીજી બાજુ ચેન્નઈમાં પેટ્રોલ 75.61 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 69.80 રૂપિયા પ્રતિ લીટરના ભાવ પર મળી રહ્યુ છે. વિદેશી બજારમાં બ્રેટ ક્રૂડનો ભાવ 71 ડોલર પ્રતિ બેરલના નિકટ કામકાજ કરી રહ્યો છે. બીજી બાજુ ડબલ્યૂટીઆઈ કાચુ તેલ પણ 63.50 ડોલર પ્રતિ બૈરલના સ્તર પર વેપર કરી રહ્યુ છે. સાથે જ અમેરિકાની ઈરાન નએ વેનેજુએલાના વિરુદ્ધ પ્રતિબંધથી પણ કાચા તેલની કિમંતોને સપોર્ટ મળી રહ્યો છે.