શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: બુધવાર, 24 ઑગસ્ટ 2016 (11:34 IST)

રેલવેએ પોતાની આવક વધારવા નુર દરમાં 19 ટકાનો વધારો

માલભાડામાં સતત થઇ રહેલા ઘટાડાને કારણે સંઘર્ષ કરી રહેલા રેલ્વેએ આવક વધારવાનુ નવુ મોડલ અપનાવ્યુ છે. રેલ્વેએ કોલસાના નુર દરમાં 19 ટકા સુધીનો વધારો કરતા મોંઘવારી ભડકે તેવી શકયતા છે. આના કારણે સિમેન્ટ અને વિજળી કંપનીઓના નફામાં પણ ઘટાડો થવાની શકયતા છે. રેલ્વેના આ નિર્ણય બાદ સતત વધી રહેલી મોંઘવારી હજુ વધે તેવી શકયતા છે. માલભાડામાં આ વધારાની સીધી અસર મોંઘવારી ઉપર જોવા મળશે. રેલ્વેએ અંતર ઉપર આધારીત તેના કોલસાના નુરમાં સ્લેબ પ્રમાણે સુધારા અમલી બનાવ્યા છે. જેના ભાગરૂપે કોલસાના નુર દરમાં વધારો 8 થી 14 ટકાનો રહેશે. આનાથી રેલ્વેની આવક વધશે.
 
   રેલ્વેએ કહ્યુ છે કે, અંતરના સ્લેબમાં ફેરફાર કરીને કોલસાના દરને વધુ તર્ક-સંગત બનાવવામાં આવ્યા છે. આનાથી કોલ ઇન્ડિયા, કોલસા આધારીત પાવર પ્લાન્ટ, મેટલ કંપનીઓ ઉપર પણ અસર થશે. એનટીપીસી દ્વારા ચલાવાતા કોલસા આધારીત પાવર પ્લાન્ટ ઉપર અસર થશે. કોલસાની સાથે સિમેન્ટ અને વિજળી કંપનીઓના નફા ઉપર પણ અસર થશે. રેલ્વેએ કહ્યુ છે કે, 100 કિ.મી.ના વધુ અંતર પર નવા દરો લાગુ થશે. હવે 55 રૂ. પ્રતિ ટનના દરથી કોલ ટર્મીનલ ચાર્જ પણ લાગશે. આ ચાર્જ લોડીંગ અને અનલોડીંગ ટર્મીનલ બંને પર કોલના ટેરીફ ઉપર લગાવાયો છે.