સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 29 ડિસેમ્બર 2022 (13:33 IST)

Vegetable Price: મોટી રાહત, સસ્તી થઈ ગઈ શાકભાજી, અડધી થયા ભાવ, ચેક કરો 1 કિલોના ભાવ

આઝાદપુર મંડીના મહાસચિવનું કહેવું છે કે ઠંડી વધવાની સાથે જ લીલા શાકભાજીની આવકમાં વધારો થયો છે, જેના કારણે જથ્થાબંધ ભાવમાં મોટો ઘટાડો થયો છે. જો કે, શાકભાજી વિક્રેતાઓનું માનવું છે કે 10 દિવસ પછી શાકભાજીના ભાવ ફરી વધી શકે છે. 
 
Vegetable Price in India: ઠંડીની ઋતુમાં શાકભાજીના ભાવમાં મોટી કમી આવી છે. જેનાથી સામાન્ય લોકોને ખૂબ રાહત મળી છે. લીલી શાકભાજીથી લઈને ટમેટા, ફુલાવર સાથે બધા શાકભાજીના ભાવમાં કમી જોવા મળી રહી છે. ગયા મહીને ટમેટાના ભાવ 20 રૂપિયા કિલો હતા હે આ મહીને ઘટીને અડધા રહી ગયા છે. 
 
ગુજરાતથી થઈ રહી શાકભાજેની પૂર્તિ 
તમને જણાવી દઈએ કે શાકભાજીની આવક વધવાના કારણે ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ઠંડીના કારણે હરિયાણા અને રાજસ્થાનથી આવતા શાકભાજીનો પુરવઠો ઠપ્પ થઈ ગયો છે, પરંતુ આવી સ્થિતિમાં લોકો ગુજરાતમાંથી આવતા શાકભાજીનો પુરવઠો પૂરો કરી રહ્યા છે.
 
ગુજરાત, રાજસ્થાન, પંજાબ અને હરિયાણા સહિત અનેક રાજ્યોમાંથી મોટી સંખ્યામાં શાકભાજી આવી રહી છે. વધુ ટ્રક હોવાના કારણે આ ટ્રકોને કલાકો સુધી રાહ જોવી પડે છે. આઝાદપુર મંડીમાં આવક વધવાના કારણે શાકભાજીના ભાવ ગગડી રહ્યા છે.