Gujarati Essay - Sports મારી પ્રિય રમત
ક્રિકેટનો ઈતિહાસ
ક્રિકેટનો સૌપ્રથમ ઉલ્લેખ 1598માં મળે છે હાલમાં આ રમત 100 ઉપરાંતના દેશોમાં રમાય છે. ક્રિકેટ એ બેટ અને બોલ દ્વારા રમાતી રમત છે જે મુળ દક્ષિણ ઈંગ્લેન્ડની રમત છે. ક્રિકેટનો સૌપ્રથમ ઉલ્લેખ 1598માં મળે છે હાલમાં આ રમત 100 ઉપરાંતના દેશોમાં રમાય છે. ક્રિકેટના ઘણા બધા પ્રકારો છે જેમાંથી સૌથી ઉચ્ચ પ્રકાર ટેસ્ટ ક્રિકેટ છે જેમાં હાલમાં ટોચની રાષ્ટ્રીય ટીમ ઓસ્ટ્રેલિયાની છે. ક્રિકેટવસીય ક્રિકેટનો નંબર આવે છે જેમાં છેલ્લો વિશ્વ કપ ઓસ્ટ્રેલિયાએ જીત્યો
હતો. આ ટુર્નામેન્ટનું પ્રસારણ 200 દેશોમાં થયું હતું જેમા 2 બિલિયનથી વધુ દર્શકોએ મેચ જોઈ હતી.
ક્રિકેટ વિશે જાણકારી
બે ટીમો દ્વારા ક્રિકેટ મેચ રમાય છે જેમાં દરેક ટીમમાં 11 ખેલાડીઓ હોય છે. આ મેચ ઘાસના મેદાનમાં રમાય છે જેમાં વચ્ચો વચ્ચે લાંબી એક ફ્લેટ સ્ટ્રીપ હોય છે જેને પીચ કહેવામાં આવે છે. વિકેટ જે મોટાભાગે લાકડામાંથી બનાવવામાં આવે છે તેને પીચના બન્ને છેડે લગાવવામાં આવે છે અને તેને ટાર્ગેટ તરીકે ઉપયોગ કરવામાં આવે છે.
ફિલ્ડીંગ ટીમ તરફથી રમતા ખેલાડીમાંથી બોલર 5.5 ઓંસ (160g)ક્રિકેટ બોલને વિકેટના એક છેડેથી બીજા છેડે બોલિંગ કરે છે જે દરમિયાન વિરોધી ટીમનો એક ખેલાડી જે બેટ્સમેન હોય છે તે તેને વિકેટથી બચાવે છે.બેટ્સમેન સુધી બોલ પહોંચે તે પહેલા તે એક વખત ઉછળે છે. બોલને વિકેટથી બચાવવા માટે બેટ્સમેન લાકડામાંથી બનેલા ક્રિકેટ બેટ થી રમે છે. દરમિયાન, બોલરની ટીમના અન્ય ખેલાડીઓ મેદાનમાં વિવિધ જગ્યાઓએ ફિલ્ડર તરીકે ગોઠવાઈ જાય છે. જે ખેલાડી રન કરવા માટે ફટકારેલા બોલને રોકે છે તે પકડીને ખેલાડીને આઉટ કરવાનો પ્રયાસ કરે છે.
આપણે જુદા જુદા પ્રકારની રમત રમીએ છે જેમ કે કબડ્ડી, ખો-ખો, ક્રિકેટ, બેડમિન્ટન કેટલાય પ્રકારની રમત હોય છે એમાંથી ઘણીબધી રમત આપણે રોજ રમતા પણ હોઈએ છીએ. પણ એમાથી કોઈ એક રમત ખૂબ જ પસંદ હોય છે અને તેનાથી આપણને આનંદ મળે છે. મારી પસંદગીની રમત ક્રિકેટ છે. આ રમત બે ટીમ વચ્ચે રમાય છે. બંને ટીમમાં 11 ખેલાડી હોય છે. હું ક્રિકેટ મારા મિત્રો સાથે તેમજ કોઈક વાર સ્કૂલ કોમ્પિટિશનમાં પણ રમું છું. ક્રિકેટમાં મને બેટિંગ
વધારે પસંદ છે. અમે જ્યારે ક્રિકેટ રમીએ છીએ ત્યારે ઓપનિંગ તો હું જ કરું છું અને ખૂબ જ રસથી રમું છું. ક્રિકેટ રમવાથી મને શારીરિક ઉર્જા મળે છે. ક્રિકેટ એક એવી રમત છે કે જેના દ્વારા શરીરને કેટલાય લાભ થાય છે. તમે આ રમત રમો ત્યારે ખૂબ જ પ્રમાણમાં દોડવું પડે છે. દોડવાની સાથે વિવિધ અંગોને પણ ફેરવવાં પડે છે. બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ દરમિયાન વિવિધ અંગોને કસરત મળી રહે છે તેમજ દોડવાને લીધે પણ શરીરની એકસરસાઇઝ થઈ જાય છે અને શરીર પણ સારું અને સ્વસ્થ રહે છે. ક્રિકેટ રમવાથીથી શરીરને કસરત મળે છે અને આનંદ પણ મળે છે. ક્રિકેટ રમવાની સાથે ક્રિકેટ જોવી પણ મને બહુ જ ગમે છે. ભારતની બધી ક્રિકેટ મેચ મેં જોઈ છે. જેમાં વન-ડે, વર્લ્ડકપ અને ટી-૨૦ આ બધી ક્રિકેટ મેચ જોવી મને બહુ જ ગમે છે. એ મેચ જોઈને તેમાંથી મને કંઈ ને કંઈ નવું જાણવા મળે છે. એમાંથી મારો ફેવરિટ ક્રિકેટર વિરાટ કોહલી ધોની છે. તેને જોઈને મને તેના જેવી ક્રિકેટ રમવા માટે પ્રેરણા મળે છે. ક્રિકેટ એ ખૂબ જ રસપ્રદ રમત છે. તેને રમવાથી આનંદ મળે છે અને શરીરને પણ કેટલાય લાભ થાય છે. તેથી મારી પ્રિય રમત ક્રિકેટ છે.