ગુસ્સાને શાંત કરવા શું કરવું જોઈએ ?
કહેવાય છે કે ગુસ્સાની આગ માણસના મગજને ભસ્મ કરી નાખે છે. ગુસ્સો લાખ રોગોની જડ છે. જેમા લોહીનુ ઉંચુ દબાણ(હાઈ બ્લડ પ્રેશર) દિલની ધડકનૌ વધી જવુ વગેરે એ ગુસ્સા નામની બીમારીના સાઈડ ઈફેક્ટસ છે. તમને ગુસ્સો આવે તો તમારે તેને શાંત કરવા શુ કરવુ જોઈએ
-
રિલેક્સ રહો, ક્રોધની સ્થિતિમાં લાંબા ઊંડા શ્વાસ લો.
-
પેટ અને ડાયફ્રામને શ્વાસમાં જોડો. ફક્ત છાતીથી લેવાતી ઊંડા શ્વાસથી ફાયદો નહી થાય. કલ્પના કરો કે શ્વાસ પેટની ઉંડાઈથી બંધ કરો.
-
ઊંડા શ્વાસ લેતી વખતે વારંવાર આ કહો કે બધુ ઠીક થઈ જશે. સ્થિતિ નિયંત્રણમાં રહેશે.
-
પોતાની કલ્પના શક્તિ કે સ્મૃતિના આધારે કોઈ તનાવગ્રસ્ત ઘટનાની કલ્પના કરો.
-
તનાવમાંથી મુક્ત થવા માટે યોગ, આસન, ધ્યાન અને પ્રાણાયમને પ્રાથમિકતા આપો.