Last Modified: બુધવાર, 9 સપ્ટેમ્બર 2015 (15:58 IST)
પુરુષોમાં પણ હાડકાં નબળાં
માત્રસ્ત્રીઓમાં જ નહીં, ભારતીય પુરુષોમાં પણ હાડકાં નબળાં પાડતો ઓસ્ટિઓપોરોસિસનામનો રોગ ઘણો વધારે જોવા મળે છે એવું તાજેતરમા થયેલા એક સર્વેમાંનોંધાયું છે. ૩૩ લાખ પુરુષોના લોહીની તપાસ કરવામાં આવી હતી. એમાં ૮૦ ટકાથીવધુ પુરુષોમાં વિટામિન Dનું પ્રમાણ જરૂર કરતાં ઓછું નોંધાયું હતું.ઓસ્ટિઓપોરોસિસ નામની મેડિકલ કન્ડિશનમાં હાડકાં ખૂબ જ નબળાં, બટકણાં અનેપોલાં થઈ જાય છે. મોટા ભાગે મેનોપોઝ પછી સ્ત્રીઓમાં એનું પ્રમાણ ખૂબ વધારેજોવા મળે છે. હાડકાં મજબૂત રહે એ માટે કેલ્શિયમ અને અન્ય મિનરલ્સની સાથેપૂરતી માત્રામાં વિટામિન Dની હાજરી પણ જરૂરી છે. એક અાંતરરાષ્ટ્રીયપેથોલોજિકલ લેબ ૨૦૧૨થી ૧૦૧૪ દરમિયાન વિટામિન D માટે ૭૩ લાખ પુરુષોના લોહીનીતપાસ કરી હતી. એનેસ્થેસિયા થી નુકશાન
નાનાં બાળકોનેદાંતની નાની-મોટી સર્જરી કરવાની હોય ત્યારે લોકલ એનેસ્થેસિયા વાપરવામાંઅાવે છે જેને કારણે બાળકના દાંતના વિકાસમાં ગરબડ થઈ શકે છે. રિસર્ચ-ટીમેબ્રિટન, સ્વિટ્ઝરલેન્ડ અને ચીનનાં ડેન્ટલ ક્લિનિકોમાં બાળકો પર વપરાતાએનેસ્થેટિક્સનો ડેટા તપાસીને અા તારણ કાઢ્યું છે. ભૂંડના દાંત અને માણસોનાપાકા દાંતની અંદરના પલ્પ પર લેબોરેટરીમાં કરવામાં અાવેલા અભ્યાસમાં પણનોંધાયુ છે કે સ્થાનિક બહેરાશ માટે અપાતી દવાઓને કારણે એના વિકાસ અને પેઢાંસાથેની મજબૂતાઈમાં અવરોધ પેદા થાય છે.