મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By

એસીડીટી દૂર કરવાના સહેલા ઉપાયો

થોડી સાવધાની તમને જીવનભર એસેડિટીથી દૂર રાથશે. જીવનશૈલીમાં થોડો ફેરફાર કરી અને થોડા ટાઇમ મેનેજમેન્ટથી આ બીમારીમાંથી છુટકારો મેળવી શકાય છે. તેના માટે થોડી બાબતોનું ધ્યાન રાખવું પડશે. આ સિવાય આ રોગમાં બેરિયમ એક્સ-રે, એન્ડોસ્કોપી, સોનોગ્રાફી દ્વારા રોગની જટિલતા વિષે જાણકારી મેળવી ઉપચાર શરૂ કરી શકાય છે.

આ રીતે કરો બચાવ -

1. સૌથી પહેલા તો સમયસર ભોજન લેવાનું અને ભોજન બાદ થોડીવાર ચાલવાનું રાખો.

2. તમારા ભોજનમાં તાજા ફળ, સલાડ, શાકભાજીનો સૂપ, ઉકાળેલા શાકભાજી સામેલ કરો. લીલા પાંદડાવાળા શાકભાજી અને ફણગાવેલું અનાજ પુષ્કળ માત્રામાં ખાઓ. આ વિટામિન બી અને ઈનો ઉત્તમ સ્રોત છે જે શરીરને એસેડિટીમાંથી રાહત અપાવશે.

3. ખાવાનું હંમેશા ચાવીને ખાઓ અને જરૂરિયાત કરતા ઓછું ખાઓ. હંમેશા મરચાં-મસાલાવાળું અને વધારે તળેલું ભોજન લેવાનું ટાળો.

4. તમારા રોજિંદા આહારમાં દહીંનો સમાવેશ કરો.

5. તાજી કાકડીનું રાયતું એસેડિટીનો ઉત્તમ ઉપચાર છે.

6. દારૂ અને માસાંહારથી દૂર રહો.

7. પુષ્કળ માત્રામાં પાણી પીઓ. આનાથી પાચનમાં મદદ મળશે સાથે શરીરમાંથી ટોક્સિન બહાર નીકળી જશે.

8. ખાધા બાદ તુરંત પાણીનું સેવન ન કરો. ઓછામાં ઓછું અડધા કલાક પછી જ પાણી પીવો.

9. ધૂમ્રપાન પણ ન કરવું.

10. પાઇનેપલના જ્યુસનું સેવન કરો, તેમાં એન્ઝાઇમ્સ હોય છે. ખાધા બાદ જો પેટ વધારે ભરેલું કે ભારે લાગે તો અડધો ગ્લાસા તાજું પાઇનેપલનું જ્યુસ પીશો તો તમામ બેચેની દૂર થઇ જશે.

11. આંબળાના રસનું સેવન કરો, તે આમ તો ખાટ્ટો હોય છે પણ એસેડિટીના ઘરેલું ઉપચારના રૂપમાં તે બહુ કામની વસ્તુ છે.

12. ગેસની સમસ્યામાંથી તુરંત રાહત મેળવવા માટે 2 ચમચી આંબળાનો જ્યુસ કે સૂકાયેલા આંબળાનો પાવડર અને બે ચમચી ખાંડેલી સાકર લો અને બંને કપમાં પાણી મિક્સ કરી પી જાઓ.