ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: મંગળવાર, 2 જાન્યુઆરી 2018 (12:12 IST)

માંસ માછલીથી પણ વધુ પ્રોટીન આપે છે આ વસ્તુઓ

સારા આરોગ્ય માટે જરૂરી છે હેલ્ધી ખોરાક લેવો. મોટાભાગે હેલ્ધી વસ્તુઓમાં નોન વેજ લેવુ જરૂરી સમજે છે કારણ કે તેમને લાગે છે કે મીટ કે પછી ઈંડામાં વધુ પ્રમાણમાં પ્રોટીન હોય છે.. ઉલ્લેખનીય છે ઈંડામાં 11થી 14 ટકા જેટલુ પ્રોટીન હોય છે અને 100 ગ્રામ મીટમાં 20 થી 22 ગ્રામ જેટલી પ્રોટીનની માત્રા હોય છે. 
 
આવામાં શાકાહારી લોકો માટે બેસ્ટ છે ખાવામાં અંકુરિત અનાજનો સમાવેશ કરવો. અંકુરિત અનાજમાં માંસ માછલી જેવી નોનવેજ વસ્તુઓની તુલનામાં વધુ પ્રોટીન હોય છે.  10 ગ્રામ ચણામાં ઓછામાં ઓછુ 15 ગ્રામ પ્રોટીન હોય છે. જે બોડી મજબૂત કરવામાં મદદરૂપ છે. 
 
જિમ કરવા દરમિયાન જો ટ્રેનર બોડી બનાવવા માટે મોંધા મોંઘા પ્રોડક્ટ્સ લેવાનુ કહે છે તો વધુ માત્રામાં દૂધ, ઈંડા, મીટ કે માછલી લેવાની સલાહ આપે છે તો તમે તેની જગ્યાએ અંકુરિત અનાજ પણ લઈ શકો છો. તેને ખાવાથી પણ એટલી જ માત્રામાં પ્રોટીન મળશે અને તમારા મસલ્સ પણ એટલા જ સ્ટ્રોન્ગ થશે. 
 
અંકુરિત અનાજ ફક્ત પ્રોટીન જ નહી પણ બોડી બિલ્ડિંગ માટે કેલોરીની જરૂરરિયાત પણ પૂરી કરે છે. લગભગ 20 ગ્રામ અંકુરિત ચણામાં 400 કેલોરી હોય છે. આ એટલી કેલોરી છે જે તમને ઘણા ઈંડા ખાવાથી પણ મળતી નથી.