સોમવાર, 25 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઇ
  3. માંસાહારી વ્યંજન
Written By

એગ વડા

સામગ્રી - 3 બાફેલા ઈંડા, તળવા માટે તેલ, 1 કપ ચણાનો લોટ, 2 ચમચી ચોખાનો લોટ, અડધી ચમચી તેલ મોણ માટે, 1 ઝીણી સમારેલ લીલુ મરચુ, 1 ચમચી લીલા ધાણા, 1 ચમચી લાલ મરચુ, 1/4 ચમચી હળદર, મીઠુ સ્વાદ મુજબ.

બનાવવાની રીત - બાફેલા ઈંડાને વચ્ચેથી અડધા કાપી લો. હવે ઉપર આપેલી બધી સામગ્રીને મિક્સ કરીને તેમાં પાણી નાખી જાડુ ખીરું તૈયાર કરો. આ ખીરામાં ઈંડાના ટુકડાને ચારે બાજુથી લપેટી લો હવે એક કઢાઈમાં તેલ તપાવીને આ ટુકડાને સોનેરી થવા દો. આ રીતે બધા ટુકડાને તળી લો.