બુધવાર, 28 ફેબ્રુઆરી 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઇ
  3. શાકાહારી વ્યંજન
Written By

ચાની સાથે મજા લો એગ માયો સેડવિચની

જો તમે બ્રેકફાસ્ટમાં કે પછી સાંજની ચા સાથે કઈક હેલ્દી અને સારું ઑપ્શન ઈચ્છો છો તો એગ માયો સેંડવિચ બેસ્ટ ડિશ બની શકે છે. 
સામગ્રી
2 બાફેલા ઈંડા 
4 બ્રેડ સ્લાઈસ 
2 મોટી ચમચી માયોનીજ ચીઝ  
1 ડુંગળી કાપેલી
1 ટામેટુ 
1 લીલુ મરચુ 
1 લસણ સમારેલું 
4 વાટેલી લવિંગ 
1/4 નાની ચમચી આમચૂર
અડધી નાની ચમચી ટોમેટો કેચઅપ
1 નાની ચમચી મીઠું
ચીઝ માખણ 
 
બનાવવાની રીત 
 
- એક પેનમાં તેલ ગરમ કરી તેમાં માખણ નાખી થોડું ઓગાળી લો. 
- હવે તેમાં સમારેલુ  લસણ અને સમારેલા  લીલા મરચા નાખી ફ્રાય  કરો. ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકો. પછી તેમાં ડુંગળી નાખીને  શેકો. 
- જ્યારે ડુંગળી બ્રાઉન થઈ જાય તો ટામેટા નાખી ધીમા તાપે શેકવું 
- જેવા ટમેટા થોડા શેકાઈ જાય તો તેમાં ઈંડાનો સફેદ ભાગ અને અને પીળો ભાગ નાખવો. 
- તેમાં કાળા મરી અને આમચૂર નાખો. 
- હવે આ મિશ્રણને તાપથી ઉતારીને મૂકી દો. અને તેમાં ટોમેટો કેચઅપ અને આયોનીજ ચીઝ નાખી ચલાવો. 
સેડવિચ માટે ગ્રિલ પેનને ગરમ કરો. 
- હવે એક બ્રડ પર ઈંડાની આ ફિલિંગને મૂકો અને ઉપરથી બીજી બ્રેડથી ઢાકી માખણ લગાવી દો. 
- સેડવિચને ગ્રિલ પેનમાં બન્ને તરફથી સેકવી. 
- જ્યારે સેંડવિચ બન્ને બાજુથી સારી શેકી જાય તો તેને પ્લેટમાં કાઢી ચટણી કે સૉસ સાથે સર્વ કરો.