આજના સમયમાં દાંતની સમસ્યા ખૂબ જ સામાન્ય બની ગઈ છે, જે દરેક ઉંમરના લોકોમાં જોવા મળી રહી છે. બોર્ગેનપ્રોજેક્ટના અહેવાલ મુજબ, ભારતમાં લગભગ 85 થી 90 ટકા પુખ્ત વયના લોકોના દાંતમાં પોલાણ હોય છે. લગભગ 30 ટકા બાળકોના જડબા અને દાંત બરાબર નથી. ભારતમાં 50 ટકાથી વધુ લોકો ડેસ્ટિસ્ટ પાસે જવાને બદલે કેમિસ્ટની સલાહ લે છે અને માત્ર 28 ટકા ભારતીયો દિવસમાં બે વખત દાંત સાફ કરે છે. જો કોઈ વ્યક્તિ નિયમિત દાંતની સંભાળ અને તપાસ કરાવે તો દાંતની સમસ્યાને સરળતાથી દૂર કરી શકાય છે.
Express.co.uk સાથે વાત કરતા, યુકેના માન્ચેસ્ટરમાં પ્રાદેશિક ક્લિનિકલ ડાયરેક્ટર, પિરિઓડોન્ટિસ્ટ અને ઇમ્પ્લાન્ટ ડેન્ટિસ્ટ, ફૈઝાન ઝહીરે જણાવ્યું હતું કે, 'લોકો દાંતની ઘણી સમસ્યાઓ માટે ડેન્ટિસ્ટની સલાહ લેતા નથી. ધીમે-ધીમે સમસ્યા વધતી જાય છે અને પછીથી ગંભીર સ્વરૂપ ધારણ કરે છે. પેઢાની સમસ્યા સૌથી ખતરનાક છે. જો તેને સારવાર વિના છોડી દેવામાં આવે, તો તે આસપાસના હાડકાને પણ પીગળી શકે છે, તેથી હંમેશા તમારા મોંના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.
ઘણી વખત લોકો તેમના મોં અથવા દાંતમાં કેટલાક સંકેતો જુએ છે જેને તેઓ વારંવાર અવગણતા હોય છે. આવું કરવું ખોટું છે. જો તમને પણ તમારા મોંમાં નીચેના લક્ષણો દેખાય છે, તો તરત જ ડૉક્ટરને મળો.
મોં અને જીભમાં ગાંઠ અને સોજો
મોં અથવા જીભ પર સોજો ગંભીર બીમારીની નિશાની હોઈ શકે છે. ડેસ્ટિસ્ટ ફૈઝાન ઝહીરે જણાવ્યું હતું કે, જો તમારા મોં કે જીભમાં કોઈ ગઠ્ઠો અથવા સોજો હોય તો ડેન્ટિસ્ટને બતાવવું જોઈએ અને તરત જ ચેક-અપ કરાવવું જોઈએ. આમાંના મોટા ભાગના કિસ્સાઓમાં, બહુ જોખમ નથી, પરંતુ કેટલીકવાર તે કેન્સરનું લક્ષણ પણ હોઈ શકે છે.
મોઢામાં ચાંદા
ડેન્ટિસ્ટ ફૈઝાન ઝહીરના જણાવ્યા અનુસાર, જો કોઈના મોંમાં સતત ફોલ્લા રહે છે, તો તેને ડેન્ટિસ્ટને પણ બતાવવું જોઈએ. મોઢામાં ચાંદા પડવા એ પણ અલ્સરના લક્ષણો હોઈ શકે છે અને તેની સારવાર માટે નિષ્ણાત ડોક્ટરને મળો. જો 10 દિવસ પછી પણ મોઢાના ચાંદા ઠીક ન થતા હોય, ગળવામાં તકલીફ હોય અથવા કોઈ વસ્તુ ખાધા પછી મોઢામાં દુખાવો થતો હોય તો તરત જ નિષ્ણાતની સલાહ લો.
પેઢામાંથી રક્તસ્ત્રાવ
પેઢામાંથી લોહી નીકળવું એ પેઢાના રોગની નિશાની હોઈ શકે છે. ડેન્ટિસ્ટ ફૈઝાન સમજાવે છે કે, જ્યારે કોઈ વ્યક્તિ બ્રશ કરે છે અને તેના પેઢામાંથી લોહી નીકળે છે, તો તે પેઢાના રોગની નિશાની હોઈ શકે છે. જો તેની સારવાર ન કરવામાં આવે તો સમસ્યા ગંભીર બની શકે છે. જો કે, આ સમસ્યામાં કોઈ દુખાવો થતો નથી, તેથી ઘણા લોકો તેને અવગણે છે, પરંતુ તમારે આવું કરવાનું ટાળવું જોઈએ.
મોઢામાં અસામાન્ય લક્ષણો
જો કોઈ વ્યક્તિને તેના મોંમાં અથવા દાંતમાં આવા કોઈ લક્ષણ લાગે જે સામાન્ય નથી લાગતું તો ડૉક્ટરનો પણ સંપર્ક કરવો જોઈએ. ક્યારેક દાંતના રોગોના લક્ષણો પણ મોઢામાં જોવા મળે છે.
મેડિકલ ક્ષેત્રે તાજેતરમાં થયેલા કેટલાક અધ્યતન સંશોધનો દર્શાવે છે કે પેઢા પરની આ છારીમા રહેલા બેક્ટેરિયાને લીધે શરીરના બીજા ભાગના રોગો જેવા કે ડાયાબિટિસ, હાર્ટએટેક, બ્રેઇન સ્ટ્રોક, રુમેટોઈડ આર્થરાઈટીસ(સંધિવા), પ્રેગ્નન્સીમા સમય પહેલા બાળકની ડિલીવરી, તથા સામાન્ય કરતા ઓછા વજનના બાળક ની ડિલીવરી, વગેરે થવાની પ્રબળ શક્યતા છે.