સોમવાર, 25 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : શુક્રવાર, 26 ફેબ્રુઆરી 2021 (10:40 IST)

ડાયાબિટિશ રોગીઓ માટે સૌથી બેસ્ટ છે આ 5 ફૂડ

ડાયાબિટીશ રોગીઓએ પોતાના ખોરાક પર ખૂબ ધ્યાન આપવુ જોઈએ. બ્લડ શુગર જો મેંટેન રહેશે તો તમે પુરી રીતે સ્વસ્થ રહેશો   જે માટે તમારે પોતાના આહારમાં આરોગ્યપ્રદ વસ્તુઓ જોડવી પડશે. 
 
એવુ ડાયેટ જેમા સારી માત્રામાં ફળ  શાકભાજીઓ અને કઠોળ હોય અને એ ખોરાકમાં કેલોરી અને ફૈટ ઓછા હોય ત્યારે જ તમે ડાયાબીટીશ સામે લડી શકશો. સ્ટડીમાં કહેવામાં આવ્યુ છે કે ફાઈબર યુક્ત આહાર ટાઈપ 2 ડાયાબીટિઝના સંકટને ખૂબ ઓછુ કરી શકે છે. આવો જાણીએ કે તમારે તમારા કિચનમાં કંઈ કંઈ વસ્તુઓ મુકવી જોઈએ જે તમને ડાયાબીટિસથી બચાવી શકે છે. 
 
બીંસ - એવી અનેક બીંસ છે જેનુ સેવન તમે આરામથી કરી શકો છો. બીંસ, મસૂર, મટર, રાજમા વગેરે ખાવાથી તમને પુષ્કળ ફાઈબર મળશે. આ સાથે જ તેમા મેગ્નેશિયમ અને પોટેશિયમ પણ હોય છે. જો તમે કેનવાળી બીંસ ખરીદી રહ્યા છો તો કોશિશ કરો કે તેમા સોડિયમની માત્રા ઓછી હોય. 
 
મેવા - બીંસની જેમ મેવામાંથી પણ ખૂબ ફાઈબર, સ્વસ્થ વસા અને મેગ્નેશિયમ પ્રાપ્ત થશે. આ સાથે જ મેવા ખાવાથી પેટ પણ લાંબા સમય સુધી ભરેલુ રહે છે. 
 
શક્કરિયા - શક્કરિયામાં વિટામિન એ અને ફાઈબર હોય છે. તમે તેને કોઈપણ રીતે ખાઈ શકો છો. 
 
ભીંડા - ભીડા બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરે છે. તેમાથી  એક ચીકણો રસ નીકળે છે જે શરીરમાં ગ્લુકોઝ લેવલને કંટ્રોલ કરે છે. 
 
કઠોળ - જ્યારે પણ અનાજ લેવા જાવ તો જરૂર જુઓ કે તેમા પુષ્કળ ફાઈબર હોવો જોઈએ. ભલે તે ઓટ્સ, ઘઉ કે બાજરા હોય, આ બધામાં ખૂબ પોષણ હોય છે. આ સાથે જ તેમા ફાઈબર વિટામિન ઈ, બી, આયરન મેગ્નેશિયમ અને સેલિનિયમ હોય છે.