સોમવાર, 27 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : ગુરુવાર, 15 એપ્રિલ 2021 (21:09 IST)

corona patient care- ઘરમાં રહીને કોરોના દર્દીની કેવી રીતે સારવાર કરવી? જાણો શું ખાવું, શું નથી

કોરોના વાયરસની બીજી લહેર ખૂબ તીવ્રતાથી લોકોને પોતાની ચપેટમાં લઈ રહી છે. આ સંક્રમણ એકથી બીજામાં ખૂબ તીવ્રતાથી ફેલાય છે. કોરોનાના ગંભીર કેસોમાં ઘર પર રહીને તેની સારવાર કરી શકાય છે જેને હોમ આઈસોલેશન (Home Isolation) પણ કહેવાય છે. હોમ આઈસોલેશનમાં દર્દીનેે ઘરના બાકી સભ્યોથી જુદો રાખીને તેનો ટ્રીટમેંટ્ કરાય છે આવો જાણીએ કોરોનાના દર્દી ઘરે રહીને કેવી રીતે રિકવરી કરી શકે છે. 
 
હોમ આઈસોલેશન માટે જરૂરી નિયમ- હોમ આઈસોલેશન માટે કોરોનાના દર્દી માટે ઘરમાં જુદો અને હવાદાર રૂમ હોવો  જરૂરી છે. દર્દી માટે એક જુદો ટૉયલેટ હોવું જોઈએ. દર્દીની 24 કલાક સારવાર માટે કોઈ ન કોઈને હોવું જોઈએ. ધ્યાન આપવા વાળી વાત આ છે કે હોમ આઈસોલેશનમાં રહી  રહ્યા દર્દીના લક્ષણ ગંભીર નહી હોવા જોઈએ. ગંભીર થતા પર દર્દીને હોસ્પીટલમાં દાખલ થવાની સલાહ આપવામાં આવે  છે. 
 
હોમ આઈસોલેશનમાં દર્દીને શું કરવું જોઈએ- દર્દીને પોતાના રૂમમાં બારીઓ ખુલ્લી રાખવી જોઈએ દર્દીને આખા સમયે ત્રણ લેયરવાળું માસ્ક પહેરવું જોઈએ અને દર 6-8 કલાકમાં બદલવુ જોઈએ. સાબુ અને પાણીથી હાથને 40 સેકંડ સુધી ધોવા જોઈએ. વધારે સપાટીને ટચ કરતા બચવુ જોઈએ  તમારા વાસણ, ટૉવેલ, ચાદર કપડા  એકદમ જુદા રાખો અને કોઈ બીજાને  ઉપયોગ ન કરવા દો. 
 
ઘરમાં રહેતા દર્દીઓને દિવસમાં બે વાર પોતાનો તાવ અને ઑક્સીજનના સ્તરની તપાસ કરવી જોઈએ. શરીરનો તાપમાન 100 ફૉરેનહાઈટથી વધારે ન હોય. તેમજ ઑક્સીલેટરથી ઑકસીજનનુ  સ્તર જુવો SpO2 રેટ 94 ટકાથી ઓછું ન હોવુ જોઈએ. જો તમને બીજો  કોઈ રોગ છે તો તેની સારવાર પણ સાથે-સાથે ચાલૂ રાખવી. આઈસોલેશનના સમયે દારૂ, સ્મોકિંગ કે પછી કોઈ નશીલી વસ્તુઓનુ સેવન કદાચ ન કરવું. ડાક્ટરની સલાહનું પાલન કરવું અને નિયમિત રૂપથી દવાઓ લો. 
 
કેવી હોવી જોઈએ ડાયેટ 
 
કોરોનાના દર્દીઓએ  ઘર પર બનેલુ  તાજુ  અને સાદુ ભોજન કરવું જોઈએ. મોસમી, નારંગી અને સંતરા જેવા તાજા ફળ અને બીંસ, દાળ જેવા પ્રોટીનથી ભરપૂર આહાર લો. ભોજનમાં આદુ, લસણ અને હળદર જેવા મસાલાનો ઉપયોગ કરવો. દિવસમાં દરરોજ 8-10 ગિલાસ પાણી પીવો.
 
લો ફેટવાળુ દૂધ અને દહીં ખાવું જોઈએ. નૉનવેજ ખાતા અને સ્કિનલેસ ચિકન, માછલી અને ઈંડાનો સફેદ ભાગ ખાવું જોઈએ. કઈક પણ ખાવાથી પહેલા તેને સારી રીતે ધોઈ લો. કોરોનાના દર્દીને ભોજન ઓછું કોલેસ્ટ્રોલવાળા તેલમાં રાંધવું જોઈએ. 
 
શું નહી ખાવું 
 
કોરોનાના દર્દીને મેંદો, તળેલુ ભોજન કે જંક ફૂડ નહી ખાવું જોઈએ. ચિપ્સ, પેકેટ જ્યુસ, કોલ્ડડ્રિંક, ચીઝ, માખણ, મીટ, ફ્રાઈડ, પ્રોસેસ્ડ, મીટ અને પાલ્મ ઑયલ જેવા અનસેચુરેટેડ ફેટસથી દૂર રહેવું જોઈએ. ઈંડાનો પીળા ભાગ અઠવાડિયામાં એક વાર લેવો.   
 
હોમ આઈસોલેશનનો  સમય 
 
સામાન્ય રીતે હોમ આઈસોલેશમનના સમય 14 દિવસ સુધી રહે છે. પણ દર્દીને આખરે 10 દિવસમાં તાવ કે બીજા કોઈ લક્ષણ નથી  તો ડાક્ટરથી પૂછીને હોમ આઈસોલેશન ખત્મ કરી શકે છે. 
 
ધ્યાન રાખો આ વાત 
કોરોના વાયરસ શરીરની સાથે-સથે દર્દીને માનસિક રીતે પણ પણ નબળુ કરી નાખે છે. તેથી સારવારના સમયે દર્દીઓને તેમના માનસિક આરોગ્યને પણ પૂરી કાળજી રાખવી જોઈએ. તમે હોમ આઈસોલેશનમાં રહેતા પણ ફોન અને વીડિયો કૉલથી તમારા મિત્રો અને સગાઓના સંપર્કમાં રહી શકો છો. આ સમયે તમારી પસંદની ચોપડી વાંચવી. તમે મોબાઈલ પર તમારા પસંદગીના શો જોવાની સાથે હળવા ગેમ પણ રમી શકો છો. ધ્યાન રાખો કે બહુ વધારે દબાવ ન નાખવો અને ખૂબ આરામ કરવો. 
 
આ લક્ષણોને જુઓ ન કરવું
 
હોમ આઈસોલેશનમાં રહી રહ્યા દર્દીને કેટલાક બીજા પણ લક્ષણ પર ધ્યાન આપવાની જરૂર છે. તાવના સિવાય શ્વાસ લેવામાં મુશ્કેલી, છાતીમાં સતત દુખાવો કે દબાવ હોવા, માનસિક ભ્રમ કે પછી હોઠ કે ચેહરો ભૂરો  પડી જવો  જેવા લક્ષણ દેખાય તો તમારા ડાક્ટરને તરત જણાવો.
 
ઘરના સભ્યો આ વાતનુ રાખો ધ્યાન
 
જો ઘરમાં કોઈ કોરોનાનો  દર્દી છે તો 24 થી 50 વર્ષનો  કોઈ પણ માણસ તેમની દેખરેખ કરી શકે છે. દેખરેખ  કરનાર માણસ શારીરિક રૂપથી સ્વસ્થ હોવો  જોઈએ. દર્દીની દેખરેખ કરી રહેલ  માણસમાં કેન્સર, અસ્થમા, શ્વાસની પરેશાની, ડાયબિટીઝ  કે પછી બ્લ્ડ પ્રેશર જેવા ઘણા ગંભીર રોગ ન થવા જોઈએ. 
 
દર્દીની દેખરેખ કરતા સમયે હમેશા ટ્રીપલ લેયર માસ્ક, ડિસ્પોજેબલ ગ્લવ્સ અને એક પ્લાસ્ટીક એપ્રનનો ઉપયોગ કરવો. એપ્રનને હમેશા સોડિયમ હાઈપોકલોરાઈટથી સાફ કરવું.  હાથ ધોયા વગર તમારા નાક મોઢા અને ચેહરાને ના અડવું.  
 
ટોયલેટ જતા  પહેલા અને પછી, ભોજન બનાવવાથી પહેલા અને પછી તમારા હાથને સારી રીતે ધોવા . દર્દીના થૂક, લાર અને છીંકના સીધા સંપર્કમાં આવવાથી બચવું. દર્દીના ઉપયોગની કોઈ પણ વસ્તુને ના અડવું. દર્દીને ભોજન આપતા સમયે તેમના સીધા સંપર્કમાં ન આવવું. ભોજન કોઈ સ્ટૂલ કે ટેબલ પર મૂકી દો. દર્દી દ્વારા ઉપયોગી વાસણને ઉપાડતા સમયે ડિસ્પોજેબલ ગ્લવસ જરૂર પહેરવા 
 
દર્દીન રૂમ, બાથરૂમ અને ટોયલેટને  દરરોજ સેનેટાઈજ કરવું. તમારા મોબાઈલ ફોન પર આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવો  અને એપ પર 24 કલાક  નોટિફિકેશન અને લોકેશન ટ્રેકિંગ, જીપીએસ ટ્રેકિંગને ઑન રાખવું.