શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By

Helath Care - ભોજન સાથે ચા કે કોફી પીવાથી નુકશાન

અનેક લોકો ભોજન સાથે કે પછી જમ્યા પછી ચા નું સેવન કરવાના શોખીન હોય છે. પણ ભોજન સાથે ચા કે કોફીનુ અત્યાધિક સેવન કરવુ નુકશાનદાયક સાબિત થઈ શકે છે. ચા કે કોફી અત્યાધિક સેવન કરવાથી આપણા શરીરને અનેક રોગોના શિકાર થવુ પડી શકે છે. જેવા કે બ્લડ પ્રેશરની સમસ્યા. ડાયાબિટીશ અને વજન વધવાની સમસ્યા કે પેટ સંબંધી સમસ્યાઓ પણ ઉભી થઈ શકે છે. ચા કે કોફીમાં વધુ પડતુ કેફિન હોવાને કારણે આ આપણા શરીર માટે નુકશાનદાયક સાબિત થાય છે. અનેક લોકોનુ એવુ માનવુ છે કે ભોજન સાથે ચા પીવાથી ભોજન સહેલાઈથી પચી જાય છે પણ આવુ ન થઈને તેની ખરાબ અસર આપણા શરીર પર પડે છે. આવો જાણીએ ભોજન સાથે ચા કે કોફી પીવાના નુકશાન. 
 
- ભોજન સાથે સાથે ચા કે કોફી પીવાથી પેટ સંબંધી બીમારીઓ જેવી કે એસીડીટીની સમસ્યા ઉભી થઈ શકે છે અને પાચનક્રિયા પર પણ ખરાબ અસર પડી શકે છે. 
 
- ચાનુ વધુ પડતુ સેવન કરવાથી મોઢાની સમસ્યાઓ ઉભી થઈ શકે છે. ચા પીવથી ગળા અને મોઢામાં શુષ્કતાની સમસ્યા ઉભી થઈ શકે છે 
 
- ચા નુ વધુ પડતુ સેવન કરવાથી તેમા રહેલા કેફિન આપણા શરીર માટે નુકશાનદાયક સાબિત થઈ શકે છે. કેફિન આપણા શરીરમાં એસિડ બનાવી દે છે. જેની સીધી અસર આપણી કિડની પર પડે છે.  
 
- ચા કે કોફી પીવાથી આંતરડા પર ખરાબ અસર પડે છે અને આ આંતરડાને કમજોર પણ બનાવે છે 
 
- ભોજન સાથે ચા કે કોફી પીવાથી ભોજનમાં રહેલા પૌષ્ટિક પદાર્થ આપણા શરીર સુધી પહોંચી શકતા નથી 
 
- ચા કે કોફીનું વધુ પડતુ સેવન કરવાથી અનિદ્રા જેવી બીમારીનો પણ શિકાર થવુ પડે છે 
 
- ચા કે કોફીનુ વધુ પડતુ સેવન કરવાથી ફેફડા પર પણ ખરાબ પ્રભાવ પડે છે.