શનિવાર, 30 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: સોમવાર, 18 જૂન 2018 (17:25 IST)

સૂતા પહેલા ન ખાશો આ 4 વસ્તુઓ, નહિ તો શરૂ થઈ જશે બીમારીઓ...

આજકાલ મોટાભાગના લોકો જંક ફૂડ ખાવુ પસંદ કરે છે પણ તેનો પણ એક યોગ્ય સમય હોવો જોઈએ. ખોટા સમયે ખાવાથી અનેક પરેશાનીઓનો સામનો કરવો પડે છે. જેવી રાતના સમયે જો તમે જંક ફૂડ ખાશો તો તમારી હેલ્થ સાથે સંકળાયેલી અનેક સમસ્યાઓ થઈ શકે છે.  અમેરિકાના એક રિસર્ચરે કહ્યુ છે કે એક સર્વેથી એ જાણ થાય છે એક રાત્રે જંક ફૂડની લાલચને કારણે ઉંઘ ઓછી આવે છે. જે આગળ જતા રાત્રે જંક ફૂડ ખાવાથી તમને ઉંઘ આવવામાં પરેશાની થઈ શકે છે.  આ ઉપરાંત જાડાપણુ, ડાયાબિટીસ અને મગજને પણ આ નુકશાન પહોંચાડી શકે છે.  
 
આ ઉપરાંત આ વસ્તુઓ પણ સૂતા પહેલા ન ખાવી જોઈએ... 
 
ચિકન - સૂતા પહેલા ચિકન કે પ્રોટીનવાળો આહાર ખાવાથી બચો. આપણે એ જાણી લેવુ જોઈએ કે ઉંઘ આપણા શરીરની પાચન ક્ષમતા 50 ટકા સ્લો કરે છે અને પ્રોટીનને પચાવવામાં શરીર ખૂબ સમય લે છે.  તેથી જો તમે સૂતા પહેલા પ્રોટીન લેશો તો શરીરનુ ધ્યાન સૂવાને બદલે પ્રોટીન્ન પચાવવા પર રહેશે. 
 
ગળ્યો પદાર્થ - સૂતા પહેલા ઓ તમે ગળ્યુ ખાશો તો આ તમારી ઊંઘને ડિસ્ટર્બ કરી શકે છે.  ગળ્યામાં ખૂબ કેલોરી હોય છે અને સાથે જ ફેટ પણ. ગળ્યા પદાર્થ થોડી જ વારમાં તમારા લોહીમાં ઈંસુલિનનુ પ્રમાણ વધારી દે છે જેનાથી તમે એક્ટિવ અનુભવ કરવા માંડો છો. 
 
ચોકલેટ - ચોકલેટમાં ઘણી માત્રામાં કૈફીન હોય છે. જે ઉંઘને ખરાબ કરવા માટે પૂરતી હોય છે. જો ઘરમાં ખાવા માટે કશુ ન હોય તો પણ રાત્રે ચોકલેટને અંતિમ વિકલ્પ માનો.  જે રીતે સૂતા પહેલા કોફી લેવુ ઠીક નથી એ જ રીતે ચોકલેટ પણ ન લેવી જોઈએ. 
 
મસાલેદાર ખોરાક - મસાલેદાર ખોરાક તમારા શરીરનુ તાપમાન વધારી દે છે. જેના કારણે તમે બેચેની અનુભવી શકો છો. રાત્રે સૂતા પહેલા જો તમે સ્પાઈસી ખોરાક લેશો તો એ પેટમાં બળતરા પણ ઉભી કરી શકે છે.  આ ગેસ અને અપચાને કારણે તમાને પરેશાની આપી શકે છે.