સોમવાર, 25 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : રવિવાર, 7 ઑક્ટોબર 2018 (10:54 IST)

Epilepsy વાઈ-ખેચ આવવાના કારણો

human brainઆપણું મગજ લાખો કોષો (સેલ્ફ કે ન્યુરોન્સ)નું બન્યુ છે. આ કોષોમાંથી વિજળીના કળવા કરંટ જેવી ઉર્જા સતત નિકળતી હોય છે. અને આ કરંટ મારફત જ મગજ શરીરના અન્ય અંગોને સંદેશા મોકલાવે છે. ટુંક જ શરીરની બધી જ કામગીરીનું નિયંત્રણ આપણું મગજ ન્યુરોનના ઈલેકટ્રીક ડિસ્ચાર્જ દ્વારા કરે છે. પરંતુ કોઈ અગમ્ય કારણસર મગજનાં કોષોમાં થતી ગરબડ અને તેને પગલે કોષોમાંથી નિકળતા કરંટનું પ્રમાણ અચાનક વધી જાય છે. અને વાઈ(ખેંચ-આંચકી) આવી જાય છે. તેમ સાયકિયાટ્રીસ્ટ ડો. એ જણાવ્યુ હતુ.
 
સાયકિયાટ્રીસ્ટ ડો.નાં વધુમાં જણાવ્યા મુજબ, ચકકર આવવા, બેભાન થઈ જવુ, હાથપગ અકકડ થઈ જવા, મોઢામાં ફીણ આવવા, આંખો ઉપર ચડી જવી, જીભ કચડાઈ જવી, કપડામાં પેશાબ થઈ જવો શરીર ભુખરૃ પડી જવુ સહિતના લક્ષણો વાઈના છે.
 
તેમના વધુમાં જણાવ્યા અનુસાર, વાઈ બે ધ્યાન થઈ જવુ, તાકી તાકીને જોઈ રહેવુ, હાથમાંથી વસ્તુ પડી જવી, અસમંજસ વર્તન કરવા સહિતના લક્ષણો વાઈમાં જોવા મળે છે. જન્મ સમયે મગજને ઈજા કે ઓક્સિજનની ઉણપ મગજની ગાંઠ, સોજો કે હેમરેજ, એકિસડન્ટ અને માથાની અન્ય ઈજા, મગજનો તાવ, લોહિમાં ખોડ કે, કેલ્શિયમની વધઘટ સહિતના કારણે વાઈ આવે છે.