શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By

Health Care - ખુશ થઈને ઉઠવું છે તો રાત્રે સૂતા સમયે આ વાતનું રાખો ધ્યાન

વાસ્તુ વિજ્ઞાન મુજબ આ ધ્યાન રાખો કે તમારા બેડ પાછળ બારી કે ખુલ્લા ભાગ ન હોવા જોઈએ. બેડ પાછળ દીવાર હોવાથી તમને વધારે ઉર્જા મળે છે. જેથી તમને સારી ઉંઘના સાથે પર્યાપ્ત ઉર્જા પણ મળે છે. 
 
બેડ ઉપર આ હોવો યોગ્ય નથી 
 
સુખદ અને સારી ઉંઘ માટે આ વાતનો ધ્યાન રાખો કે તમારા બેડ રૂમ બીમ નીચે ન હોવું. બીમના નીચે બેડ હોવાથી સારી ઉંઘ નથી આવતી. આથી માથા પર દબાવ રહે છે જે માનસિક તણાવ આપે છે. આથી પણ તમે સવારે તરોતાજા થઈને નહી ઉઠી શકતા. 
 
બેડ નીચે ન હોવી જોઈએ આ વસ્તુઓ 
 
સારી ઉંઘ માટે જરૂરી છે કે તમારા બેડ અને પથારી ના તો વધારે નીચે હોય અને ના વધારે ધરતીથી ઉંચું ઉઠેલો હોય. સાથે આ પણ ધ્યાન રાખો કે તમારા શરીરને સકારાત્મક ઉર્જા મળે એના માટે બેડ નીચેનું સ્થાન સાફ અને ખાળી રાખો. ઘરના કૂડા-કબાડને જો તમે તમારા બેડ નીચે રાખો છો તો આ તમારા સ્વાસ્થય અને ઉંઘને પ્રભાવિત કરે છે.