રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: શુક્રવાર, 1 મે 2020 (12:16 IST)

જો તમે પણ મુકો છો ફ્રિજમાં ઈંડા ? આ 5 વાતો જાણ્યા પછી નહી કરો આ ભૂલ

બાળપણથી જ તમે વડીલોને કહેતા સાંભળ્યા હશે કે જો લીલી શાકભાજી અને ડેરી ઉત્પાદનો ફ્રિજમાં મુકવામાં આવે તો તે વધુ સમય બગડે નહીં. પરંતુ શું તમે જાણો છો કે આ ઇંડા પર લાગુ થતુ  નથી. જી હા , ફ્રિજમાં મુકેલા ઇંડા તેમારા આરોગ્યને બનાવવાને બદલે તમારું આરોગ્ય બગાડી શકે છે. સાંભળીને નવાઈ લાગે છે ને ? તો વાંચો આ સમાચાર 
 
સંક્રમણનું જોખમ - ઘણી વખત ઇંડાની છાલ ગંદકીથી ઢંકાયેલી રહે છે. તેને રેફ્રિજરેટરમાં મુકવાથી  તેમા મુકેલી અન્ય વસ્તુઓને સંક્રમણ લાગવાનો ખતરો રહે છે તેથી ઇંડા ફ્રિજમાં મુકવાનું ટાળવું જોઈએ.
 
ફ્રિજની બહાર મુકેલા ઇંડા વધુ સ્વસ્થ - તમને જાણીને આશ્ચર્ય થશે કે ફ્રીજમાં મુકેલા ઇંડા કરતા બહાર મુકેલા ઇંડા વધુ દિવસ  તાજા રહે છે. તાપમાન વધુ  ઠંડુ હોવાને કારણે ફ્રિજમાં મુકેલા ઈંડા પોતાના કેટલાક પોષક તત્વો ગુમાવી દે છે. આવી સ્થિતિમાં જો તમે તમારા સ્વાસ્થ્ય વિશે સજાગ છો તો આટલુ જાણી લો કે  રૂમ ટેમ્પરેચરમાં મુકેલા ઈંડા ફ્રિજમાં મુકેલા ઇંડા કરતાં વધુ આરોગ્યપ્રદ હોય છે.
 
બેક્ટેરિયાનું જોખમ- એકવાર ઇંડાને રેફ્રિજરેટરમાં મુક્યા પછી તેને સામાન્ય તાપમાન પર મુકવાથી કંડેનસેશન એટલે કે ગેસમાંથી લિકવિડ બનવાની પ્રક્રિયા.
ની આશંકા વધી જાય છે. કંડેનસેશનને કારણે  ઇંડાની છાલ પર રહેલા બેક્ટેરિયા ઝડપથી વધી જાય છે એટલુ જ નહી તે ઇંડામાં પણ પ્રવેશી શકે છે. આ
પ્રકારના ઇંડાનું સેવન આરોગ્ય માટે જોખમી સાબિત થઈ શકે છે
 
તાપમાન - જો તમે બેકિંગ પ્રોડક્ટ્સ માટે ઇંડા વાપરવા માંગતા હોય તો સારુ રહેશે કે તમે ઈંડાને  ફ્રિજમાં મુકવાનું ટાળો. તેનુ કારણ છે કે  બહાર મુકેલા ઈંડા કરતા રેફ્રિજરેટરમાં મુકેલા ઈંડાને ફેંટવા મુશ્કેલ હોય છે. એટલુ જ નહીં, ફ્રિજમાં મુકેલા ઇંડાનો ઉપયોગ કરવાથી ખોરાકના રંગ અને સ્વાદમાં પણ ફરક આવી શકે છે.
 
તૂટવાનો ભય - જો તમે બજારમાંથી લાવેલા ઇંડાને તરત જ ઉકળવા માટે મુકો છો તો તેના છાલટા તૂટવાનુ જોખમ ઘટે છે. તો બીજી બાજુ ફ્રિજમાં મુકેલા  ઇંડા જો તમે બાફવા મુકશો તો તેના છાલટા તૂટવાની શક્યતા વધુ રહે છે