રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: મંગળવાર, 29 જાન્યુઆરી 2019 (00:42 IST)

Health Tips : ઓછી કેલોરીવાળી શિમલા મરચા ઘટાડે છે વજન.. તેના 6 ફાયદા પણ જાણો

-  જો તમે તમારા વજનને લઈને ચિંતામાં છો તો શિમલા મરચા તમારે માટે ખૂબ જ લાભકારી છે. તેમા ઘણી ઓછી માત્રામાં કૈલોરી હોય છે જે વજન ઘટાડવામાં મદદરૂપ છે. તેને ખાવાથી મેટાબોલિજ્મ ઝડપી થાય છે. 
 
- તાજા લીલા શિમલા મરચામાં વિટામિન એ, વિટામિન-સી, વિટામિન-કે અને ફાઈબર વગેરે ભરપૂર માત્રામાં જોવા મળે છે. જે આરોગ્ય માટે અનેક રીતે લાભકારી છે. 
 
- જો તમારા ઘૂંટણે અને સાંધામાં સમસ્યા છે તો શિમલા મરચાનુ સેવન કરો. તેનુ નિયમિત રૂપે સેવન કરવાથી ગઠિયાની સમસ્યામાં પણ લાભ થય છે. 
 
- શિમલા મરચામાં એંટીઓક્સીડેટ્સ, સોજાને ઓછા કરનારા તત્વ અને સલ્ફર વગેરે ભરપૂર માત્રામાં હોય છે. જેને કારણે તે કેંસર જેવી બીમારીની રોકથામમાં પણ પ્રભાવી છે. 
 
- જો આયરનની કમી છે તો શિમલા મરચાનુ નિયમિત સેવન ખૂબ જ લાભકારી છે. તેમા રહેલ વિટામીન-સી આયરનને શોષવામાં મદદરૂપ છે. 
 
- ડાયાબિટીઝ કંટ્રોલ કરવા માંગો છો તો પણ શિમલા મરચુ ખાવ. આ બ્લડ શુગરના સ્તરને કાયમ રાખે છે અને ડાયાબિટીસથી શરીરની રક્ષા કરે છે.