શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By

સારા આરોગ્ય માટે કેવુ દૂધ પીવુ જોઈએ, Hot Or Cold ?

દૂધ આરોગ્ય માટે સૌથી ઉત્ત્મ પેય પદાર્થ છે. દૂધમાં કેલ્શિયમ , પોટેશિયમ અને વિટામિન ડી હોય છે જે ન માત્ર હાડકાઓ માટે જ નહી સમગ્ર શરીર માટે સારુ  ગણાય છે . ઘણા લોકોને દૂધ પીવું પસંદ હોતુ નથી. 
 
બીજી બાજુ કેટલાકને ઠંડુ દૂધ તો કેટલાકને ગરમ દૂધ પીવું પસંદ હોય  છે. શું તમે ક્યારે વિચાર્યા છે કે બન્નેમાંથી કયું દૂધ પીવું વધારે સારું છે ? આવો  આ વિષય ચર્ચા કરીએ. 
 
જો દૂધ પીવાથી પેટ ખરાબ થતુ હોય તો  ગરમ દૂધ પીવો. 
 
ગરમ દૂધ પીવાનો એક ફાયદો એ છે કે  એને પીવાથી તમારુ  શરીર એને આરામથી હજમ કરી શકે છે. તમે ઠંડા દૂધમાં કાર્નફ્લેક્સ કે ઓટસ  મિક્સ કરી પી શકો છો. પણ જો તમને  દૂધ હજમ ના થાય તો , ઠંડુ  દૂધ પીવાથી બચવું. જ્યારે દૂધને ગરમ કરાય છે તો , એમાં રહેલા લેક્ટોજ બ્રેક ડાઉન થઈ જાય છે , જેથી પેટમાં ગયા પછી ડાયરિયા કે પેટ ફૂલાતુ  નથી. 
 
હળવુ  ગરમ દૂધ પીવાથી ઉંઘ પણ સારી આવે છે. 
 
રાત્રે  સૂતા પહેલા હળવુ  ગરમ દૂધ પીવાથી ઉંઘ પણ સારી આવે છે. દૂધમાં અમીનો એસિડ ટ્રાયપ્તિફેન હોય છે. જે ઉંઘ ઉત્પ્રેરણ રસાયણો  સેરોટોનિન અને મેલાટોનિનું ઉત્પાદન  કરે છે . જેથી તમારું મગજ શાંત થાય છે અને ઉંઘ સારી આવે છે. 
 
PMS થી છુટકારો 
ઘણી મહિલાઓમાં માસિક ધર્મના સમયે મૂડમાં ફેરફાર જોવાય છે . તો જો તમારી સાથે પણ આવું થાય છે તો તમારે માત્ર એક ગ્લાસ દૂધ પીવું પડશે. આથી તમને સારું લાગશે.