રવિવાર, 10 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: શનિવાર, 20 એપ્રિલ 2024 (01:21 IST)

બાંધેલો લોટ ફ્રિજમાં કેટલો સમય સુધી મૂકી શકાય?

Atta Dough In Fridge
આજકાલ, સમય બચાવવા માટે, લોકો ફ્રિજમાં બાંધેલો લોટ મુકે છે અને આ લોટમાંથી રોટલી બનાવે છે અને તેને ઘણા દિવસો સુધી ખાતા રહે છે. ઓફિસ જતા લોકો અથવા જે લોકોના ઘરે નોકરાણીઓ કામ કરે છે તેઓ મોટેભાગે આવું કરે છે. પરંતુ શું તમે જાણો છો કે તમારી આ ટેવ તમારા સ્વાસ્થ્ય માટે કેટલી હાનિકારક છે. હેલ્થ એક્સપર્ટના મતે  ફ્રિજમાં બાંધેલો લોટને મુકવાથી અને પછી તે જ લોટમાંથી રોટલી બનાવીને ખાવાથી તમારા શરીરને અનેક નુકસાન થઈ શકે છે. તમારે ભૂલથી પણ આવા રોગયુક્ત કોળીયાને ન ખાવો જોઈએ.
 
ફ્રિજમાં મુકેલી રોટલી ખાવાના નુકશાન
જો તમે લોટને બાંધ્યા બાદ તેને ફ્રિજમાં રાખો છો તો લોટમાં ઘણા પ્રકારના કેમિકલ બનવા લાગે છે જે સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. તેથી, લોટને લાંબા સમય સુધી રેફ્રિજરેટરમાં ન રાખો.
 
જો તમે લોટને 10-12 કલાક માટે રેફ્રિજરેટરમાં રાખો છો, તો તેમાં બેક્ટેરિયા વધવા લાગે છે. આ પ્રકારનો લોટ ખાવાથી ફૂડ પોઈઝનિંગ થવાનું જોખમ રહેલું છે.
 
રેફ્રિજરેટરમાં મુકેલો લોટ ખાવાથી માયકોટોક્સિન શરીરમાં પહોંચે છે. તેનાથી પેટમાં એસિડિટીની સમસ્યા વધી શકે છે અને પેટની અન્ય સમસ્યાઓ પણ થઈ શકે છે.
 
રેફ્રિજરેટરમાં મુકવામાં આવેલા લોટમાં પોષણની કમી થવા માંડે છે. આવા લોટનો સ્વાદ બદલાઈ જાય છે અને પોષક તત્વોની ઉણપ રહે છે.
 
 
ફ્રીજમાં લોટ કેટલો સમય રાખવો જોઈએ?
જો તમે  ફ્રિજમાં લોટ મૂકી રહ્યા છો, તો તેનો ઉપયોગ 2-3 કલાકમાં થઈ જવો જોઈએ. જો કોઈ મજબૂરી હોય તો તમે લોટને વધુમાં વધુ 7-8 કલાક માટે રેફ્રિજરેટરમાં મૂકી શકો છો. જો રેફ્રિજરેટરમાં મુકેલો લોટ કાળો થઈ જાય અથવા તેનો રંગ બદલાઈ જાય તો આવા લોટનો ઉપયોગ બિલકુલ ન કરવો જોઈએ. આ લોટ બગડી જવાના સંકેતો છે. લોટને હંમેશા બોક્સમાં ઢાંકીને રાખો.