ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : બુધવાર, 21 જુલાઈ 2021 (12:34 IST)

બર્ડ ફ્લુથી દેશમાં આ વર્ષનું પ્રથમ મોત, જાણો બર્ડ ફ્લુના લક્ષણો અને તેનાથી બચવાના ઉપાયો

કોરોના સંકટ વચ્ચે દેશમાં બર્ડ ફ્લુથી મોતનો મામલો સામે આવ્યો છે. દેશમં આ વર્ષે બર્ડ ફ્લુથી થયેલ આ પહેલી મોત છે. બર્ડ ફ્લુ (H5N1 avian influenza)થી આ મોત દિલ્હીના એમ્સ હોસ્પિતલમાં થએએ. મળતઈ માહિતી મુજબ, એમ્સમાં દાખલ 11 વર્ષના બર્ડ ફ્લુ (Bird Flu) થી જીવ ગુમાવ્યો. તેને ત્યા બોર્ડ ફ્લુના સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. બાળકના મોત પછી તેના સંપર્કમાં આવેલ દિલ્હી એમ્સના સ્ટાફને આઈસોલેશનમાં રાખવામાં આવ્યો છે. 
 
બર્ડ ફ્લૂનો પ્રકોપ
 
બર્ડ ફ્લૂ એવિયન ઈન્ફલ્યુએન્ઝા વાયરસ (H5N1) દ્વારા થાય છે. આ એક વાયરલ ચેપ છે જે સંક્રમિત પક્ષીઓના સંપર્કમાં આવતા અન્ય પક્ષીઓ, જાનવરો અને માણસોમાં ફેલાય છે. તેના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને, ઘણા રાજ્યોમાં પક્ષીઓને મારવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.
 
એવિયન ઈન્ફલ્યુએન્ઝા વાયરસ
 
બર્ડ ફ્લૂ ઘણા પ્રકારના હોય છે, પરંતુ H5N1 એ પહેલો એવો એવિયન ઈન્ફલ્યુએન્ઝા વાયરસ છે જે મનુષ્યને સંક્રમિત કરે છે. બર્ડ ફ્લૂ કુદરતી રીતે પ્રવાસી
જળચર પક્ષીઓ ખાસ કરીને જંગલી બતક દ્વારા ફેલાય છે. તે પાલતુ મરઘીઓમા સહેલાઈથી ફેલાય જાય છે. આ રોગ સંક્રમિત પક્ષીઓના મળ, નાકનો સ્ત્રાવ, મોંઢાની લાળ અથવા આંખોમાંથી નીકળતા પાણીના સંપર્કમાં આવતા ફેલાય છે.
 
બર્ડ ફ્લૂનું જોખમ
 
સંક્રમિત પક્ષીઓના સંપર્કમાં આવતા પ્રાણીઓ અને માણસો આ વાયરસથી સરળતાથી સંક્રમિત થાય છે. આ વાયરસ એટલો ખતરનાક છે કે તે મૃત્યુનું કારણ પણ બની શકે છે. મરઘાં ઉછેર સાથે સંકળાયેલા લોકોને
ફેલાવવાનું સૌથી વધુ જોખમ ધરાવે છે. આ સિવાય સંક્રમિત સ્થળો પર જવુ, સંક્રમિત
પક્ષીઓના સંપર્કમાં આવવુ, કાચુ કે હાફ ફ્રાય ઈંડુ કે ચિકન ખાનારા અથવા સંક્રમિત દર્દીઓની સંભાળ લેતા લોકોને પણ બર્ડ ફ્લૂ થઈ શકે છે.
 
બર્ડ ફ્લૂ​ના આ છે લક્ષણો
 
ચેપ બર્ડ ફ્લૂના કારણે ઉધરસ, ઝાડા, તાવ, શ્વસન સમસ્યાઓ, માથાનો દુ:ખાવો, માંસપેશીઓમાં દુ:ખાવો, પેટનોદુ:ખાવો, ઊલટી, ન્યુમોનિયા, ગળામાં દુ:ખાવો, નાક વહેવુ, બેચેની, આંખમાં ઈંફેક્શન જેવી સમસ્યા થઈ શકે છે. જો તમને લાગે કે તમને બર્ડ ફ્લૂ હોઈ શકે છે તો પછી કોઈ બીજાના સંપર્કમાં આવતાં પહેલાં ડૉક્ટરને બતાવો.
બર્ડ ફ્લૂથી કેવી રીતે કરશો બચાવ
 
કેવી રીતે કરશો બચાવ - બર્ડ ફ્લૂથી બચવા થોડી સાવચેતી રાખવી જરૂરી છે. 15 સેકંડ સુધી તમારા હાથ ધોવા. સાબુથી વારંવાર હાથ ધોવા. સેનિટાઇઝર હંમેશા સાથે રાખો. જો તમે તમારા હાથ ધોતા ન ધોઈ શકો એવુ હોય તો સેનિટાઇઝ કરો.
 
સંક્રમિત પોલ્ટ્રી ફાર્મની મુલાકાત લેવાનું અને ત્યાં કામ કરતા લોકોના સંપર્કમાં આવવાનું ટાળો. પોલ્ટ્રી ફાર્મમાં કામ કરતા અથવા મુલાકાત લેતા લોકોએ પી.પી.ઇ કીટ પહેરવી જોઈએ. ડિસ્પોઝલ ગ્લોવ્ઝ પહેરો અને ઉપયોગ પછી તેને નષ્ટ કરો.
 
આખી બાંયવાળા કપડા પહેરો
 
સંપૂર્ણ સ્લીવ્ડ કપડા પહેરો અને તમારા ચંપલ-બૂટને ડિસઈનફેક્ટ કરતા રહો. છીંક આવે કે ખાંસી થાય તે પહેલાં મોઢુ સારી રીતે કવર કરો. શ્વાસના સંક્રમણથી બચવા માટે માસ્ક પહેરો. ઉપયોગ પછી ટિશ્યુ પેપર ડસ્ટબિનમાં નાખો. જો તમે બીમાર છો, તો ભીડભાડવાળા સ્થળોએ જવાનું ટાળો. બર્ડ ફ્લૂની કોઈ રસી નથી, તેથી ફ્લૂ માટેની રસી પણ લઈ શકાય છે.