રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : મંગળવાર, 25 ફેબ્રુઆરી 2020 (18:22 IST)

71 ટકા મહિલાઓ છે આ પ્રોબ્લેમથી અજાણ, ક્યાંક તમે પણ તો નથી?

મહિલાઓ તેમના સ્વાસ્થય સંબંધી સમસ્યાઓના વિશે જાણકારી હોવી જરૂરી છે. તાજેતરમાં એક શોધમાં આ વાત સામે આવી છે કે પીરિયડસને લઈને 71 ટકા મહિલાઓ આજે પણ અજાણ છે. તેનાથી સંકળાયેલી પરેશાનીઓ અને ખાસકરીને હાઈજીનના વિશે જાણકારી જ નહી હોય્ આવું શર્મ કે પછી જાગરૂકતાની કમીના કારણે પણ હોઈ શકે છે. જેનાથી મહિલાઓને આરોગ્યથી સંકળાયેલી ઘણી પરેશાનીઓથી પસાર થવું પડી શકે છે. 

 
સેનિટરી પેડ વિશે જાણકારીની કમી 
ગ્રામીણ ક્ષેત્રમાં આજે પણ ઘણી છોકરીઓ પીરિયડસના સમયે 3-4 દિવસ શાળા મિક્સ કરી નાખે છે તેનો કારણ સેનિટરી નેપકીનનો ઉપયોગ વિશે જાગરૂક ન થવું અને કપડાનો ઉપયોગ કરવું છે. કપડાના ઉપયોગથી થતા રિસાવથી તેને ડાઘ લાગવાના ડર હોય છે. તે સિવાય કપડાથી સંક્રમણનો ખતરો બહુ વધારે વધી જાય છે તે પછી વેજાનલ ડિસ્ચાર્જ કે યૂરીને ઈંફેકકશનના કારણ બની શકે છે. 
 
મોંઘા સેનિટરી પેડ લોકોની પહોંચથી દૂર 
ગરીબ પરિવારની છોકરીઓ માટે સેનિટરી પેડની કીમત પણ તેને ઉપયોગ ન કરવાના એક કારણ છે. જે લોકો માટે બે સમયની રોટલી કમાવીને ખાવું પણ મુશ્કેલ છે તે મહિલાઓની પહોંચથી આ નેપકિન બહુ દૂર છે. જેના કારણ તેને જૂન કપડાને વાર વાર ઉપયોગ કરવું પડે છે. 
 
ખુલીને નહી હોય પીરિયડસ પર વાત 
ગ્રામીણ ક્ષેત્રની મહિલાઓ આ વિષય પર ખુલીને વાત કરવાથી અચકાવે છે. ગ્રામીણ મહિલાઓને આ સમયે થતા હાર્મોનલ ફેરફાર, દુખાવો, અનિયમિતતા નબળાઈ તનાવ, મૂડ સ્વિંગ વગેરે જેવા બીજા મુદ્દા પર ખુલીને વાત અને વિચાર  કરવાની રજા નહી હોય. તે તેના માટે શાળા-કૉલેજના કામ મૂકી નાખે અને આરોગ્યને અનજુઓ કરે છે. 
 
સર્વાઈકલ કેંસરનો કારણ બની શકે છે પીરીયડસ ઈંફેકશન 
માસિક ધર્મ વિશે મહિલાઓનો જાગરૂક હોવું ખૂબ જરૂરી છે. હાઈજીનના તરીકાને અનજુઓ કે જાણકારીની કમી હોવાના કારણે સર્વાઈકલ કેંસર જેવી ગંભીર રોગ હોવાના ખતરો પણ વધી જાય છે. 
 
મા-દીકરીથી વાત કરવી ખૂબ જરૂરી 
મા-દીકરીની દરેક જરૂરિયાતને સારી રીતે સમજે છે. આ ચિંતાનો વિષય છે કે આશરે 70 ટકા મહિલાઓ માસિક ધર્મને ગંદા કે પ્રદૂષણકારી સમજે છે. તેનાથી પણ વધારે પરેશાની આ છે કે આ વિશે સમાજ તો શું પોતાની દીકરીથી પણ વાતમાં અચકાવવું અને શર્મ અનુભવે છે. જેના કારણે તે પોતે અને દીકરીની પરેશાનીઓને દૂર નહી કરી શકે જ્યારે તે બીજા શારીરિક પ્રક્રિયાની રીતે માનવું ખૂબ જરૂરી છે. 
 
પરિવાર અને સમાજ પણ હોવું જોઈએ જાગરૂક 
એક્સપર્ટનો માનવું છે કે પીરિયડસના વિશે માત્ર મા-દીકરી કે મહિલાઓ જ નહી પણ પરિવાર અને સમાજને પણ જાગરૂક હોવું જોઈએ. ગ્રામીણ ક્ષેત્રમાં આ વિષય પર છોકરીઓ અને છોકરાને સમાન રૂપથી શિક્ષિત કરવા માટે વાતાવરણ બનાવવું પણ જરૂરી છે જેથી માસિક ધર્મથી સંકળાયેલી સમસ્યાઓ વિશે ખુલીને વાત કરાય.