ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : બુધવાર, 5 મે 2021 (18:47 IST)

RTPCR શું છે આરટીપીસીઆર ટેસ્ટ? જાણો કોરોના ટેસ્ટ વિશે બધુ જ

કોરોના વાયરસમા સંક્રમણ એક વાર ફરીથી તીવ્રતાથી ફેલાઈ રહ્યો છે. દેશના ઘણા રાજ્યોમાં સ્થિતિ ફરીથી ડરાવનારી થઈ રહી  છે. તેને કોરોનાની બીજી લહેર માની રહ્યા છે. તેની સાથે RTPCR ની ચર્ચા પણ 
એક વાર ફરીથી શરૂ થઈ ગઈ છે. કોરોનાના વધતા કેસને જોઈ બધા રાજ્ય સરકારએ જુદા-જુદા દિશા-નિર્દેશ બહાર પાડ્યા છે. ઘણા રાજ્યોમાં આરટીપીસીઆર ટેસ્ટ રિપોર્ટ જોઈને નેગેટિવ સર્ટિફિકેટ જોઈ બીજા 
રાજ્યથી આવનારને પ્રવેશની પરવાનગી આપી રહી છે. 

અમે બતાવી  રહ્યા છે કે   આરટીપીસીઆર ટેસ્ટ શું છે અને તેના રેટ શું છે? આરટીપીસીઆર ટેસ્ટ એટલે રિવર્સ ટ્રાસક્રિપ્શન પૉલીમર્સ ચેન રિએક્શન ટેસ્ટ. આ ટેસ્ટથી વ્યક્તિના શરીરમાં વાયરસની ખબર પડી શકે છે. તેમાં વાયરસના  આરએનએની તપાસ કરાય છે. તપાસના સમયે શરીરના ઘણા ભાગથી સેંપલ લેવાની જરૂર પડે છે.  મોટેભાગે  સેંપલ નાક અને ગળાથી મ્યુકોજાના અંદરની પરતથી સ્વેબ લેવાય છે. 
 
આ ટેસ્ટની રિપોર્ટ અવવામાં કેટલો સમય લાગે છે?  
RTPCR test આરટીપીસીઆરની રિપોર્ટ આવવામાં સામાન્ય રીતે 6 થી 8 કલાકનો સમય લાગે છે. ઘણીવાર તેનાથી વધારે સમય પણ લાગી શકે છે. આરટીપીસીઆર RTPCR test  ટેસ્ટ તમારા શરીરમાં વાયરસની હાજરી શોધવા માટે સક્ષમ છે. આ કારણે કેટલાક લોકોમાં કોરોના વાયરસના લક્ષણ ન હોવા છતાંય ટેસ્ટ પૉઝિટિવ આવે છે. પણ આગળ વાયરસમા કોઈ લક્ષણ સામે આવશે કે નહી કે પછી વાયરસ કેટ્લું ગંભીર રૂપ લઈ શજે તેના વિશે આરટીપીસીઆરથી ખબર નહી પડતું. આ ટેસ્ટ માટે કોઈ તૈયારી કરવી પડે છે કે ભૂખ્યા પેટ સેંપલ આપવું પડે છે. 
 
આ ટેસ્ટ માટે કોઈ ખાસ તૈયારીની જરૂર નહી પડે પણ જો તમે જો તમે કોઈ ખાસ દવા, ઉકાળો અને જડીબૂટીનો સેવન કરી રહ્યા છો તો એક વાર ડાક્ટરથી સલાહ લીધા પછી જ સેંપલ આપવું. આવુ એટલા માટે  કે 
તમે જે દવા કે ઉકાળાનો સેવન કરી રહ્યા છો  તેને કારણે  રિપોર્ટ પર અસર પડશે. સેંપલ આપવા માટે ભૂખ્યા રહેવાની જરૂર નથી . સેંપલ ક્યારે પણ આપી શકાય છે. 
 
શું છે રેટ 
આ ટેસ્ટનો જ્યારે કોરોનાવાયરસનો પ્રકોપ દેશમાં ફેલાયો હતો. તે સમયે આ ટેસ્ટનો રેટ દિલ્લીમાં 2400 રૂપિયા હતો. પણ ગયા વર્ષે 30 નવેમ્બરને દિલ્લી સરકારએ એક આદેશ કાઢીને આરટીપીસીઆરનો કીમત 
ઘટીને 800 રૂપિયા કરી નાખ્યો હતો. જો કોઈ વ્યક્તિને તેમના ઘરમાં જ સેંપલ આપવું હોય તો પછી તેની કીમત 1200 રૂપિયા હશે. 
 
કેટલાક બીજા સસ્તા વિકલ્પ 
સ્પાઈસજેટ એયરલાઈનની સબ્સિડિયરી કંપની સ્પાઈસ હેલ્થએ દિલ્લીમાં કોવિડ ટેસ્ટિંગ ફેસિલિટી બનાવી છે. કંપનીએ જાહેરાત કરી છે કે તેમને ત્યાં  499 રૂપિયાથી આરટીપીસીઆર ટેસ્ટની શરૂઆત હોય છે. આટલુ જ નહી  એમાં ટેસ્ટની રિપોર્ટ પણ માત્ર છ કલાકમા મળી જાય છે  જ્યારે સામાન્ય રીતે આ રિપોર્ટના આવવામાં 24 કલાક લાગે જ છે. પણ તેની સેવા દિલ્લી અને મુંબઈમાં જ વધારે છે.
 
મુંબઈ એયરપોર્ટ પર શું છે કીમત 
મુંબઈ છત્રપતિ શિવાજી મહારાજ ઈંટરનેશનલ એયરપોર્ટએ આરટીપીસીઆર ટેસ્ટની દર 30 ટકા ઘટાડીને 600 રૂપિયા કરી નાખી છે. મહારાષ્ટ્રમાં કોવિડ 19 સંક્રમણના વધતા કેસના વચ્ચે આ પગલા ભર્યા છે. મહારાષ્ટ્ર સરકારના તાજા નિર્દેશો મુજબ સંશોધિત કિમંંત 1 એપ્રિલથી પ્રભાવી થયો છે.