શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: બુધવાર, 16 જૂન 2021 (17:41 IST)

દાંતની સારવારના 5 સરળ ઘરેલૂ ઉપાય

દાંતની દેખભાલના 5 સરળ ઘરેલૂ ઉપાય તમારા દાંતને હમેશા સ્વસ્થ અને ચમકદાર બનાવી રાખે છે. અમે બધા ક્યારે ન ક્યારે દાંતની સમસ્યાથી પરેશાન હોય છે. તેથી દાંતની દેખભાલના 5 સરળ ઘરેલૂ ઉપાય 
તમારા ખૂબ કામ આવી શકે છે. ઈચ્છો તો દાંતની સફાઈ કરવી હોય, દાંતની ચમક વધારવી હોય, મોઢાની દુર્ગંધ દૂર કરવી હોય ક્ર દાંતને સડવાથી બચાવવું હોય, દાંતની દરેક પ્રકારની સમસ્યાથી છુટકારો 
મેળવવા દાંતની દેખભાલના 5 સરળ ઘરેલૂ ઉપાય તમારા ખૂબ કામ આવશે. 
 
1. મોતી જેવા સફેદ દાંત માટે માટે અડધી ટીસ્પૂન બેકિંગ સોડામાં ચપટી મીઠુ મિક્સ કરી બ્રસથી દાંતની મસાજ કરવી. પછી ટૂથપેસ્ટથી દાંત સાફ કરવું. આવુ કરવાથી દાંતની ચમક વધી જાય છે. 
2. મોઢાની દુર્ગંધ દૂર કરવા માટે સવારે બ્રશ કર્યા પછી વ્હાઈટ વિનેગરમાં સમાન માત્રામાં પાણી મિક્સ કરી કોગળા કરવા. આવુ કરવાથી મિનિટોમાં દાંતની દુર્ગંધ દૂર થઈ જાય છે. 
3. દાંતને સડવાથી બચાવવા માટે 1-2 અખરોટની ગિરીને કુચલીને ટૂથપેસ્ટમાં મિક્સ કરી બ્રશ કરવું. આવુ કરવાથી દાંતની બધી સમસ્યાઓ દૂર થઈ જશે. 
4. સ્ટ્રાબેરીથી તમે દાંતની સફાઈ કરી શકો છો. એક પાકેલી સ્ટ્રાબેરીને મેશ કરી તેમાં ચપટી ખાવાના સોડા મિક્સ કરો. પછી બ્રશથી દાંતની સફાઈ કરવી. દાંતની સફાઈ કરવાનો એક સરળ રીત છે. 
5. ઘરે જ ટૂથ પાઉડર તૈયાર કરી શકાય છે. તેના માતે તમાલપત્રને સંતરાના સૂકા છાલટાની સાથે ઝીણુ વાટીને રાખી લો. તેને આંગળીમી મદદથી દાંતને સાફ કરવું. આ હોમમેડ ટૂથ પાઉડર દાંત માટે ખૂબ 
 
ફાયદાકરી છે.