1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: મંગળવાર, 7 માર્ચ 2023 (17:22 IST)

શરદી ખાંસી થાય તો બેદરકારી ન કરશો, H3N2 વાયરસ આ રીતે બનાવી રહ્યો છે લોકોને બીમાર

દેશમા એક બાજુ કોરોના વાયરસના મામલા ઘટી રહ્યા છે પણ શરદી-ખાંસી અને તાવ ઝડપથી વધી રહ્યા છે. ઈંડિયન કાઉંસિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)નુ કહેવુ છ એકે આવુ એક પ્રકારના ઈંફ્લૂએંજા વાયરસને કારને થઈ રહ્યુ છે. 
 
આઈસીએમઆરના એક્સપર્ટ્સનુ કહેવુ છે કે છેલ્લા બે-ત્રણ મહિનાથી ઈંફ્લૂઈંજા વાયરસના A સબટાઈપ H3N2ને કારણે તાવ અને શરદી-ખાંસીના કેસ વધી રહ્યા છે. એક્સપર્ટ્સનુ કહેવુ છે કે H3N2ને કારને હોસ્પિટલમાં દાખલ થનારા દર્દીઓની સંખ્યા પણ વધી છે. 
 
બીજી બાજુ ઈંડિયન મેડિલલ એસોસિએશને કહ્યુ કે હાલ મોસમી તાવ ફેલાય રહ્યો છે જે પાંચ થી સાત દિવસ સુધી રહે છે. આઈએમએએ તાવ કે શરદી-તાવ થતા એંટીબાયોટિક લેવાથી બચવાની સલાહ આપી છે. 
 
આઈએમએએ કહ્યુ કે તાવ તો ત્રણ દિવસમાં જતો રહે છે પણ શરદી ખાંસી ત્રણ અઠવાડિયા સુધી રહે ચ હે. તાવને કારણે પણ 15  વર્ષથી ઓછા અને 50 વર્ષથી વધુની વયના લોકોમા શ્વાસનળીમાં ઈંફેક્શનના કેસ વધી રહ્યા છે. 
 
ઈફ્લૂએંજાનો મતલબ શુ 
 
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના મુજબ ઈંફ્લૂએંજા વાયરસ ચાર ટાઈપ A, B, C અને  D નો હોય છે. તેમા A અને B ટાઈપથી મોસમી ફ્લૂ ફેલાય છે. 
 
- જો કે તેમા ઈંફ્લૂએંજા A ટાઈપને મહામારીનુ કારણ માનવામાં આવે છે. ઈન્ફ્લૂએંજા ટાઈપ  Aના બે સબટાઈપ હોય છે. એક હોય છે H3N2 અને  બીજો H1N1.  
 
સાથે જ  ઈન્ફલ્યુએન્ઝા પ્રકાર બીના કોઈ પેટા પ્રકારો નથી, પરંતુ તેમાં વંશ હોઈ શકે છે. પ્રકાર સી ખૂબ જ હળવો માનવામાં આવે છે અને ખતરનાક નથી. જ્યારે, પ્રકાર D પશુઓમાં ફેલાય છે
 
ICMR અનુસાર, કોવિડના કેસ થોડા મહિનામાં ઓછા થયા છે, પરંતુ H3N2ના કેસમાં વધારો થયો છે. સર્વેલન્સ ડેટા સૂચવે છે કે 15 ડિસેમ્બરથી H3N2 કેસમાં વધારો થયો છે.
 
- આઈસીએમઆરએ જણાવ્યું હતું કે ગંભીર તીવ્ર શ્વસન ચેપ (SARI) થી પીડિત અડધાથી વધુ લોકો H3N2 થી સંક્રમિત જોવા મળ્યા છે.
 
  તેના લક્ષણો શું છે?
 
- WHO ના મુજબ મોસમી ઈંફ્લૂએંજાથી સંક્રમિત થતા તાવ, ખાંસી (સામાન્ય રૂપે સુકી) માથાનો દુખાવો, માંસપેશીઓ અને સાંધાનો દુખાવો, થાક ગળામા ખારાશ અને નાક વહેવા જેવી સમસ્યા અને લક્ષણ જોવા મળે છે.  
 
- મોટાભાગના લોકોનો તાવ એક અઠવાદિયામાં ઠીક થઈ જાય છે પણ ખાંસી ઠીક થવામા બે કે તેનાથી વધુ અઠવાડિયાનો સમય લાગી જાય છે. 
 
કોને છે વધુ ખતરો ? 
 
- આમ તો ઈંફ્લૂએંજા કોઈપણ વયની વ્યક્તિને ક્યારેય પણ થઈ શકે છે. પરંતુ તેનાથી સૌથી મોટો ખતરો ગર્ભવતી મહિલાઓ, 5 વર્ષથી નીચેના બાળકો, વૃદ્ધો અને કોઈપણ રોગથી પીડિત લોકોને હોય છે. 
 
- આ ઉપરાંત હેલ્થ કેયર વર્કર્સ ને પણ ઈંફ્લૂએંજાથી સંક્રમિત થવાનો સૌથી વધુ ખતરો હોય છે.