સોમવાર, 25 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : શુક્રવાર, 13 સપ્ટેમ્બર 2019 (18:22 IST)

ડાયાબિટીઝને કંટ્રોલ કરવાનો દેશી મંત્ર, 100 ટકા મળશે ફાયદો

ડાયાબિટીસ એટલે કે શુગર આજે એક સામાન્ય સમસ્યા થઈ ગઈ છે. પણ તેને હળવેથી લેવી શરીર માટે ખતરનાક સાબિત થઈ શકે છે. કારણ કે અનકંટ્રોલ થયેલ શુગર આંખોની રોશને છીન શકે છે. આ ઉપરાંત તેનાથી કિડની, શરીરના મહત્વપૂર્ણ અંગો અને દિલ પર ખરાબ અસર નાખે છે. 
 
ઘણા લોકોને લાગે છેકે આ સમસ્યા વધુ ગળ્યુ ખાવાથી થાય છે જ્યારે કે આવુ નથી. તેનુ કારણ સ્ટ્રેસ કે ચિંતા છે. બીજી બાજુ આનુવાંશિક કારણ આ બીમારીનુ થવાનુ કરણ હોઈ શકે છે. ક્યાક ને ક્યાક બગડેલી લાઈફસ્ટાઈલ પણ આ બીમારીનુ કારણને પ્રોત્સાહિત કરે છે.  તેથી બાલકો પણ આ બીમારીના શિકાર થઈ રહ્ય અહ્ચે. 
 
ડાયાબિટીઝ બે પ્રકારની હોય છે. ટાઈપ 1 અને ટાઈપ 2 
 
જ્યા ટાઈપ 1માં ઈંસુલિન બનવુ ઓછુ કે બંધ થઈ જાય છે જ્યારે કે ટાઈપ 2 માં ડાયાબિટીઝમાં શુગરનુ સ્તર વધી જાય છે. જેને કંટ્રોલ કરવુ ખૂબ મુશ્કેલ હોય છે. જેમા વ્યક્તિનો જીવ પણ જઈ શકે છે. 
 
કેવી રીતે કરશો કંટ્રોલ 
 
મોટે ભાગે લોકો શુગરની દવા ખાઈ લે છે પણ ખાવા પીવાની પરેજ કરતા નથી. જ્યારે કે તેમા ખાવા પીવાનુ પરેજ પાડવુ વધુ મહત્વનુ છે.  ડાયાબિટીસના શિઅકર થયા પછી ગળ્યા અને અન્ય વસ્તુઓ પર કંટ્રોલ કરવો પડે છે. કારણ કે આ શુગરને સ્તરને વધારી દે છે. 
 
ડાયાબિટીઝમાં શુ ખાશો 
 
ડાયાબિટીઝના દર્દીએ ફાઈબર યુક્ત આહાર વધુ ખાવો જોઈએ.  શાકભાજીઓમાં શિમલા મરચા ગાજર પાલક બ્રોકલી કારેલા મૂળા ટામેટા શલગમ કોળુ તુઅરઈ પરવળ ખાવ. દિવસમાં 1 વાર દાળ અને દહી નુ પણ સેવન કરો. સાથે જ ફળોમાં જાંબુ જામફળ પપૈયુ આમળા અને સંતરાનુ સેવન કરો. આ ઉપરાંત આખા અનાજ રગી મોળુ દૂધ દલિયા બ્રાઉન રાઈસ વગેરે લો. 
 
શુ ન ખાશો 
 
કેળા દ્રાક્ષ કેરી લીચી તરબૂચ અને વધુ મીઠા ફળ ન ખાશો. તેનાથી ડાયાબિટીસના રોગીને નુકશાન થઈ શકે છે. આ ઉપરાંત ફ્રૂટ જ્યુસ, કોલ્ડ ડ્રિંક કિશમિશ, પ્રોસેસ્ડ ફુડ્સ, મસાલેદાર ભોજન, ખાંડ,ફૈટ મીટ, વ્હાઈટ પાસ્તા, સફેદ ચોખા, બટાકા,  બીટ, શક્કરટેટી, ટ્રાંસ ફૈટ અને ડબ્બાબંધ ભોજનથી પરેજ કરો. 
 
ચાલો જાણીએ કેટલાક દેશી નુસ્ખા. 
 
1. કેરીના પાનને પાણીમાં ઉકાળો અને આ પાણીનુ સેવન તમે દિવસમાં બે વાર કરો તમને ફરક જોવા મળશે 
2.જાંબુની ગોટલીનુ ચૂરણ બનાવીને સવારે ખાલી પેટ કુણા પાણી સાથે સેવન કરો. તેનાથી ડાયાબિટીઝ કંટ્રોલ કરવામાં મદદ મળશે. 
3. તજ પાવડને કુણા પાણી સાથે લો. તેનાથી ડાયાબિટીસની સમસ્યા જડથી ખતમ થઈ જશે. 
4. સવારે ખાલી પેટ 2-3 તુલસીના પાન ચાવો. તમે ચાહો તો તુલસીનો રસ પણ પી શકો છો. તેનાથી બ્લડ શુગર લેવલ કંટ્રોલ થશે. 
5. કારેલા જ્યુસ અને લીમડાનુ પાણી પણ ડાયાબિટેસને જડથી ખતમ કરે છે. 
 
ડાયાબિટીસ માટે  યોગ 
 
આ ઉપરાંત યોગથી પણ ડાયાબિટીસને કંટ્રોલ કરી શકાય છે. રોજ 25-20 મિનિટ યોગ કરવાથી તેમા ફાયદો મળે છે આ માટે તમે પ્રાણાયામ સેતુબંધાસન બલાસન વજ્રાસન અને ઘનુરાસન કરી શકો છો. 
 
કેટલીક જરૂરી વાતો 
 
ખૂબ પાણી પીવો 
હેલ્ધી ખાવ 
વજન કંટ્રોલમાં રાખો 
તનાવથી દૂર રહો 
ફિઝિકલ એક્ટિવિટી જરૂર કરો 
ધૂમ્રપાન તંબાકુ વગેરેનુ સેવન ન કરો 
 
જેટલુ તમે ચિંતા અને ડિપ્રેશનથી દૂર રહેશો એટલુ જ આ બીમારીથી બચ્યા રહેશો. ..