1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 13 ઑગસ્ટ 2014 (10:01 IST)

યુએસમાં મોદીના સ્વાગત માટે 300 સંગઠન તૈયાર

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સપ્ટેમ્બરમાં થનારી પ્રથમ અમેરિકી યાત્રા પર તેમનુ ઐતિહાસિક સાર્વજનિક સ્વાગત કરવા માટે અમેરિકામાં 300થી વધુ ભારતીય અમેરિકી સંગઠન એક સાથે આવી ગયા છે. 
 
આ સમારંભમાં અનેક અમેરિકી સાંસદોના હાજર રહેવાની શક્યતા છે. નવી રચાયેલી ઈંડિયન અમેરિકાન કમ્યુનિટી ફાઉંડેશનના બેનર હેઠળ આયોજીત થનારા સમારંભમાં મોદી 28 સપ્ટેમ્બરના રોજ ન્યૂયોર્ક સિટીમાં ઐતિહાસિક મેડિસન સ્કવેયર ગાર્ડન પરથી ભારતીય મૂળના લોકો માટે મોટુ નીતિગત ભાષણ પણ આપી શકે છે. જો કે તેની કાયદેસર જાહેરાત થવાની હજુ બાકી છે. 
 
મેડિસન સ્કવેયર ગાર્ડન ન્યૂયોર્કના મિડટાઉન મેનહટટનમાં છે અને તેની ક્ષમતા 18 હજારથી 20 હજાર લોકોની છે. આ આયોજન સ્થળના ખચોખચ ભરેલો રહેવાની શક્યતા છે.  આ ભાષણ વિદેશમાં કોઈ ભારતીય પ્રધાનમંત્રી કે કોઈ ભારતીય નેતા દ્વારા અત્યાર સુધી આપવામાં આવેલ સૌથી મોટુ સાર્વજનિક સંબોધન રહેશે. 
 
મોદીના આ નક્કી કરેલ સાર્વજનિક સ્વાગતને અમેરિકી ધરતી પર કોઈપણ વિદેશી નેતાનું વર્તમાનમાં સૌથી ભવ્ય સમારંભ કહેવાય રહ્યુ છે. આજે જ્યા મુખ્યધારાના નેતાઓને પોતાના સમારંભોમાં કેટલાક હજાર લોકોને આકર્ષિત કરવામાં પણ મુશ્કેલી થઈ જાય છે ત્યા બીજી બાજુ મોદી 28 સપ્ટેમ્બરના રોજ એક જ આયોજન સ્થળ પર લગભગ 20 હજાર લોકોને સંબોધિત કરે છે તો તેને અમેરિકી માપદંડ મુજબ એક વિશાળ રેલી માનવામાં આવશે. 
 
અમેરિકી ધરતી પર કોઈ વિદેશી નેતા માટે એક ઐતિહાસિક સ્વાગત સમારંભના આ પ્રસંગ પર સામુદાયિક નેતા પોતાના કોંગ્રેસ સભ્યોને આમંત્રિત કરી રહ્યા છે. આ પ્રસંગ પર મોટી સંખ્યામાં અમેરિકી સાંસદોની હાજરીની શક્યતા છે. 
 
આ ઉપરાંત મેડિસન સ્કવેયર ગાર્ડનમાં થનારા આ કાર્યક્રમનુ સીધુ પ્રસારણ વોશિંગટન ડીસી, શિકાગો, હ્યુસ્ટન, બોસ્ટન, ટાંપા, લૉસ એંજિલિસ, સિલિકોન વૈલી સહિત અમેરિકાના લગભગ એક ડઝન શહેરોમાં કરાવવા પર પણ વાત ચાલી રહી છે.  
 
જમીની સ્તર પર કરવામાં આવી રહેલ તૈયારીઓનું નિરિક્ષણ કરવા માટે ભાજપાના નવનિયુક્ત રાષ્ટ્રીય મહાસચિવ રામ માઘવ આ અઠવાડિયે વોશિંગટન અને ન્યૂયોર્કમાં હતા અને તેમણે સામુદાયિક નેતાઓ સાથે બેઠકો કરી. 
 
અસૈન્ય પરમાણુ સમજૂતી પછી આ પહેલીવાર છે કે જ્યારે આટલી મોટી સંખ્યામાં ભારતીય-અમેરિકી સંગઠન એક મંચ પર એકસાથે આવ્યા છે.