સોમવાર, 27 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Updated : શુક્રવાર, 3 માર્ચ 2017 (11:02 IST)

2050 સુધી ઈસ્લામ હશે દુનિયાનો સૌથી મોટો ધર્મ, ભારતમાં હશે દુનિયાના સૌથી વધુ મુસલમાન

2050 સુધી ઈસ્લામ દુનિયાનો સૌથી મોટી વસ્તીવાળો ઈસ્લામ ધર્મ હશે. અમેરિકા થિંક ટૈક પ્યૂ રિસર્ચ સેંટરે આ વાતનો ખુલાસો કર્યો છે. વર્તમનામાં દુનિયામાં સર્વાધિક વસ્તી ઈસાઈઓની છે. મુસલમાન હાલ બીજો સૌથી મોટો ધર્મ છે. પણ તેની વસ્તીમાં સૌથી વધુ ઝડપથી વૃદ્ધિ થઈ રહી છે. પ્યૂ રિસર્ચ સેંટરના મુજબ 2010 સુધી દુનિયામાં મુસલમાનોની વસ્તી લગભગ 1.6 અરબ હતી જે દુનિયાની કુલ વસ્તીના 23 ટકા છે.  
 
પ્યૂ રિસર્ચ સેંટરના મુજબ જો ઈસ્લામ આ ગતિથી વધી રહ્યો હોય તો એકવીસમી સદીના અંત સુધી તે ઈસાઈ ધર્મને પાછળ છોડી દેશે. રિસર્ચ સેંટરના મુજબ વર્ષ 20150 સુધી ભારત દુનિયાની સૌથી મોટી મુસ્લિમ વસ્તી (લગભગ 30 કરોડ) વાળો દેશ બની જશે.  હાલ ભારત આ મામલે ઈંડોનેશિયા પછી બીજા નંબર પર છે. 
 
બીજા દેશોમાં જનારા પ્રવાસી મુસલમાનોને કારણે વધશે વસ્તી 
 
પ્યૂ રિસર્ચ સેંટરના અનુમાન મુજબ વર્ષ 2050 સુધી યૂરોપની મુસ્લિમ વસ્તીમાં લભગ 10 ટકાનો વધારો થઈ શકે છે. બીજી બાજુ અમેરિકામાં 2050 સુધી મુસ્લિમ વસ્તી કુલ જનસંખ્યાના 2.1 ટકા થઈ શકે છે. હાલ અમેરિકામાં મુસ્લિમ વસ્તી લગભગ એક ટકા છે. મુસ્લિમ દેશોમાંથી બીજા દેશોમાં જનારા પ્રવાસીઓની વધતી સંખ્યાને કારણે પણ અન્ય દેશોમાં મુસ્લિમ વસ્તી વધશે. 
 
વસ્તી વધવાના બે મુખ્ય કારણ 
 
પ્યૂ રિસર્ચ સેંટરની રિપોર્ટ મુજબ મુસલમાનોની વસ્તી વધવા પાછળ બે મુખ્ય કારણ છે. પ્રથમ મુસલમાનની જનસંખ્યા વૃદ્ધિ દર બાકી ધર્મોથી વધુ છે. વૈશ્વિક સ્તર પર મુસ્લિમ મહિલાના સરેરાશ 3.1 બાળકો હોય છે. જ્યારે કે બાકી ધર્મોની આ સરેરાશ 2.3 છે. 
 
રિપોર્ટ મુજબ બીજુ કારણ મુસ્લિમ જનસંખ્યામાં વૃદ્ધિ, તેમના માઈગ્રેશન અને આઈએસ જેવા આતંકી સંગઠનોની હિંસક કાર્યવાહીએ અનેક દેશોમાં આ ધાર્મિક સમૂહને ડિબેટની વચ્ચે ઉભો કરી દીધો છે. રિપોર્ટ આ તરફ પણ ઈશારો કરે છે કે અનેક સ્થાન પર મુસ્લિમ સાથે જોડાયેલ અનેક તથ્યોની માહિતી જ નથી.  
 
નાની મુસ્લિમ વસ્તી સાથે રહેનારા અમેરિકનોએ પણ માન્યુ છેકે તેઓ મુસ્લિમ વિશે જાણતા નથી કે ઓછુ જાણે છે.   યુવા વસ્તી હોવાનો મતલબ છે મુસલમાનોની મોટી વસ્તી બાળકોને જન્મ આપશે અથવા તો ભવિષ્યમાં કરશે. સૌથી વધુ પ્રજનન દર અને સૌથી વધુ યુવા વસ્તીને કારણે મુસલમાનોની વસ્તી ઝડપથી વધી શકે છે.