બુધવાર, 27 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated : બુધવાર, 22 નવેમ્બર 2023 (12:04 IST)

Bill Gates ઉતર્યા ગટરમાં

bill gates
Bill Gates : વર્લ્ડ ટોયલેટ ડે ના દિવસે માઈક્રોસોફ્ટના પૂર્વ સીઈઓ બિલ ગેટ્સએ કંઈક અસામાન્ય કર્યુ. તેમણે બ્રુસેલ્સના સીવર સિટમના ઈતિહાસના લોકોની સામે લાવવા માટે તેની મુલાકાત લીધી. આ  દરમિયાન બિલ ગેટ્સે બ્રુસેલ્સના એક મૈનહોલ દ્વારા ભૂમિગત સીવર સિસ્ટમમાં એંટ્રી કરી અને ત્યા કામ કરનારા લોકો સાથે તેના ઈતિહાસ વિશે ચર્ચા કરી. આ સમગ્ર ઘટનાક્રમનો વીડિયો બિલ ગેસ્ટે પોતાના ઈંસ્ટાગ્રામ એકાઉંટ પર શેયર કર્યો છે. આવો જાણીએ શુ છે મામલો. 


વીડિયોના વિગતમાં કહેવામાં આવ્યુ છે કે ગેસ્ટે આ વર્ષના #WorldToiletDay માટે બ્રસેલ્સના સીવેજ સિસ્ટમના છિપાયેલા ઈતિહાસ અને વિશ્વિક સ્વાસ્થ્યમાં અપશિષ્ટ જળની ભૂમિકાની જાણ કરી. 
 
બિલ ગેટ્સએ વીડિયોમાં બતાવી આ વાત 
બિલ ગેટ્સે બતાવ્યુ કે બ્રુસેલ્સના ભૂમિગત સીવરના અનુભવ તેમનો કેવો રહ્યો. તેમણે જણાવ્યુ કે શહેરના ગંદા પાણીના પ્રબંધનની આ રીત ખૂબ જૂની છે અને આ દ્વારા લોકોના સ્વાસ્થ્ય પર સારો પ્રભાવ પડ્યો છે. પોતાના વીડિયોમાં બિલ ગેટ્સે માહિતી આપી કે સન 1800 ના દસકમાં શહેરના સીવેજનુ ગંદુ પાણી સીધુ સેને નદીમાં છોડવામાં આવતુ હતુ. જેના પરિણામ સ્વરૂપ વિનાશકારી હૈજાનો પ્રકોપ થયો. આ કારણે બ્રુસેલ્સમાં સીવરનુ 200 મીલનુ નેટવર્ક શહેરની વચ્ચેથી થઈને તૈયાર કરવામાં આવ્યુ છે. 
 
બિલ ગેટ્સેએ કરી વૈજ્ઞાનિકો સાથે કરી મુલાકાત 
 
ભૂમિગત સીવેજમાં બિલ ગેટ્સે ત્યા હાજર વૈજ્ઞાનિકો સાથે મુલાકત કરી. અહી તેમણે સીવેજનુ પાણી સ્વચ્છ કરવાની રીતે વિસે વિસ્તારથી જાણકારી મેળવી. સાથે જ પોતાના સમગ્ર ટ્રિપમાં તેમણે આ સીવેજ સિસ્ટમના ઈતિહાસ વિશે ત્યા હાજર કર્મચારીઓ પાસેથી માહિતી મેળવી.