રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: શનિવાર, 4 જૂન 2022 (14:59 IST)

Delhi Crime: દિલ્હીમાં સ્પાઈડર મેન' ચોરની હરકતો CCTV કેમેરામાં કેદ , ફૂટેજ જોઈને તમે પણ ચોંકી જશો

રાજધાની દિલ્હીમાં એક ચોર વિશે માહિતી મળી છે જે 'સ્પાઈડર મેન'ની જેમ દોરડા અને વાયરની મદદથી ઘરમાં ઘૂસીને ચોરીને અંજામ આપે છે. સ્પાઈડર મેનની જેમ વાયરની મદદથી ઘરમાં ઘૂસવાની આ ચોરની હરકતો ત્યાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.
 
વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે આરોપી ચોરીના ઈરાદે વાયરની મદદથી ઘરમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યો છે. ચોર પણ આ હેતુમાં સફળ થયો. મળતી માહિતી મુજબ, ચોર ચોરી કરતો આ વાયરલ વીડિયો દિલ્હીના પૂર્વોત્તર જિલ્લાનો છે, જ્યાં ચોર વાયરની મદદથી એક ઘરમાં ઘૂસીને કિંમતી સામાનની ચોરી કરવામાં પણ સફળ રહ્યો હતો.