ગુરુવાર, 19 ડિસેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 11 ઑક્ટોબર 2024 (13:03 IST)

SCO Summit પહેલા પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં થયો ભયાનક હુમલો, 20 લોકોના મોત, 7 ઘાયલ

balochistan attack
balochistan attack
પાકિસ્તાનના બલૂચિસ્તાન શહેરમાં બંદૂકધારીઓએ મોટો હુમલો કર્યો છે.  બલૂચિસ્તાનના ડુકી જિલ્લામાં કોલસાની ખાણો પાસે બનેલા મકાનો પર હુમલો કરતા ભારે ગોળીબાર થયો. આ હુમલામાં ઓછામાં ઓછા 20 લોકોના મોત થયા છે.
 
ક્વેટા. પાકિસ્તાનના દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં બંદૂકધારીઓએ 20 સૈનિકોની હત્યા કરી દીધી અને સાતને ઘાયલ કર્યા. પોલીસના એક અધિકારીએ શુક્રવારે આ માહિતી આપી. અશાંત બલૂચિસ્તાન શહેરનો આ એક તાજો હુમલો દેશની રાજધાનીમાં આયોજીત થનારા શંઘાઈ સહયોગ સંગઠનના શિખર સંમેલનના ઠીક પહેલા થયો છે.  પોલીસ અધિકારી હમાયુ ખાન નાસિરે જણાવ્યું હતું કે બંદૂકધારીઓએ શુક્રવારે વહેલી સવારે ડુકી જિલ્લામાં કોલસાની ખાણ પાસેના ઘરો પર હુમલો કર્યો હતો. નાસરના જણાવ્યા અનુસાર હુમલાખોરોએ હુમલા દરમિયાન ગ્રેનેડ અને રોકેટ લોન્ચરનો પણ ઉપયોગ કર્યો હતો. 

 
કોઈએ જવાબદારી લીધી નથી
પોલીસ અધિકારી હમાયુ ખાન નાસિરે જણાવ્યું કે બંદૂકધારીઓએ રહેણાંક વિસ્તારને ચારે બાજુથી ઘેરી લીધો અને ગોળીબાર શરૂ કર્યો. આમાંના મોટાભાગના લોકો બલૂચિસ્તાનના પશ્તુન-ભાષી વિસ્તારના હતા. મૃતકોમાંથી ત્રણ અને ઘાયલોમાંથી ચાર અફઘાન મૂળના હોવાનું કહેવાય છે.
 
ખાણ અને મશીનોમાં લગાવી આગ 
ડુકી જીલ્લાના રાજનીતિક પ્રમુખ હાજી ખૈરુલ્લાહ નાસિરે ઘટના વિશે મીડિયાને જણાવ્યુ કે આ ઘટના બલૂચિસ્તાન શહેરનાં ડુકી જીલ્લામાં થઈ છે. અજ્ઞાત હુમલાવરોએ ગોળીબાર કરતા અનેક લોકોની હત્ય કરવામાં આવી છે. તેમને એ પણ કહ્યુ કે  હથિયારોથી યુક્ત હુમલાવરોએ ઘટનાસ્થળ પરથી ભાગતા પહેલા ખાણ અનેન મશીનોમાં આગ લગાવી દીધી. 
 
વધ્યા છે આતંકી હુમલા 
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનમાં આ વર્ષે આતંકવાદી હુમલામાં વૃદ્ધિ જોવા મળી છે. પહેલા ત્રણ ત્રિમાસિકમાં થયેલ મોતોની સંખ્યા 2023માં નોંધવામાં આવેલ સંખ્યાથી પણ  વધુ થઈ ગઈ છે. સેંટર ફોર રિસર્ચ એંડ સિક્યોરિટી સ્ટડીઝ (સીઆરએસએસ) તરફથી રજુ ત્રીજી ત્રિમાસિક રિપોર્ટ (ક્યૂ3) મુજબ 2023 માં 1,523 ની તુલનામાં 2024 ની પહેલી ત્રણ ત્રિમાસિકમાં મરનારાઓની સંખ્યા ઓછામાં ઓછી 1,534 થઈ જશે. ઈરાન અને અફગાનિસ્તાનની સીમા સાથે લાગેલ બલૂચિસ્તાન લાંબા સમયથી હિંસક વિદ્રોહનો ગઢ રહ્યો છે.  
 
બલૂચ વિદ્રોહી સમૂહે કર્યા હુમલા 
બલૂચ વિદ્રોહી સમૂહે અગાઉ CPEC પ્રોજેક્ટને નિશાન બનાવીને અનેક હુમલા કર્યા છે. પ્રતિબંધિત બલૂચ લિબરેશન આર્મી (BLA) પાકિસ્તાન સરકાર પર સ્થાનિક લોકોના ખર્ચે તેલ અને ખનિજથી સમૃદ્ધ બલૂચિસ્તાનનું અન્યાયી રીતે શોષણ કરવાનો આરોપ લગાવી રહી છે, જોકે વહીવટીતંત્ર આ વાતને નકારે છે. આ અઠવાડિયાની શરૂઆતમાં, કરાચીમાં પાકિસ્તાનના સૌથી વ્યસ્ત એરપોર્ટ નજીક એક ખતરો હતો. જેમાં બે ચીની નાગરિકોના મોત થયા છે અને 17 લોકો ઘાયલ થયા છે.