રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: સોમવાર, 7 ઑક્ટોબર 2024 (17:50 IST)

'આશા છે કે હવે વધુ ભારતીયો માલદીવ્સ આવશે', મુઈઝુએ PM મોદી સમક્ષ 'શરણાગતિ' કરી

Maldives President Mohamed Muizzou  વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝ્ઝુએ દ્વિપક્ષીય વાટાઘાટો કરી હતી. એ બાદ સંયુક્ત નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું.
 
વડા પ્રધાન મોદીએ સંયુક્ત નિવેદન બહાર પાડતી વખતે કહ્યું, "બંને દેશો વચ્ચે સદીઓ જૂના સંબંધ છે. ભારતએ માલદીવનું સૌથી નજીકનું પાડોશી અને ઘનિષ્ઠ મિત્ર છે. અમારી પહેલાં પાડોશીની નીતિ અને સાગર વિઝનમાં માલદીવનું સ્થાન મહત્ત્વપૂર્ણ છે."
 
"ભારતે હંમેશાથી માલદીવને માટે ફર્સ્ટ રિસ્પૉન્ડરની ભૂમિકા ભજવી છે. ચાહે તે માલદીવના લોકોની જરૂરિયાત પૂરી કરવાની હોય, કુદરતી આપદા સમયે પીવાનું પાણી પૂરું પાડવાનું હોય કે કોવિડ સમયે વૅક્સિન આપવાની વાત હોય. ભારતે હંમેશાથી જ પાડોશી હોવાની ફરજ બજાવી છે."
 
મુલાકાત દરમિયાન મોદી-મુઇઝ્ઝુએ વીડિયો લિંક મારફત માલદીવમાં હનીમાધૂ આંતરરાષ્ટ્રીય ઍરપૉર્ટની હવાઈપટ્ટીનું ઉદ્ઘાટન પણ કર્યું હતું.
 
મોદીએ કહ્યું કે વિકાસલક્ષી ભાગીદારીએ અમારા સંબંધોનો મુખ્ય આધારસ્તંભ છે. જેમાં અમે હંમેશા માલદીવના લોકોને પ્રાથમિકતા આપી છે.
 
"એસબીઆઈએ ચાલુ વર્ષે માલદીવના 10 કરોડ ડૉલરના ટ્રૅઝરી બીલ્સનું રૉલઓવર કર્યું હતું. આજે માલદીવની જરૂરિયાત પ્રમાણે, 40કરોડ ડૉલર અને રૂ. ત્રણ હજાર કરોડના કરન્સી સ્વૅપના કરાર થયા હતા."