ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Updated : બુધવાર, 20 જાન્યુઆરી 2021 (22:19 IST)

Biden Oath Live: કમલા હૈરિસે લીધી ઉપરાષ્ટ્રપતિ પદની શપથ, રચ્યો ઈતિહાસ

જો બાઈડેન બુધવારે અમેરિકાના 46 મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે. બાઈડેન 1973 માં ડેલવેરથી સૌથી યુવા સીનેટર તરીકે ચૂંટાયા હતા. તેમણે જાહેર જીવનમાં લગભગ પાંચ દાયકા પસાર કર્યા છે. બીજી બાજુ કમલા હેરિસ (56) દેશની પ્રથમ મહિલા ઉપરાષ્ટ્રપતિ બનશે. તે પહેલી ભારતવંશી છે, જે અમેરિકાના બીજા સૌથી તાકતવર પદ પર હશે. 
 
અમેરિકન કેપિટલ (સંસદ ગૃહ) માં હિંસક તોફાનો અને સુરક્ષાની ચિંતાના પગલે વોશિંગ્ટનમાં ચુસ્ત સુરક્ષા વચ્ચે બુધવારે જો બાઈડેન અમેરિકાના  આગામી રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે. જો કે, બાઈડેનને કોઈ ખાસ ખતરોનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. આમ છતાં સુરક્ષાનો ચુસ્ત કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. રાષ્ટ્રીય રાજધાનીમાં લોકડાઉન જેવી સ્થિતિ છે અને 25,000 થી વધુ સૈનિકો અને પોલીસ જવાનોને સુરક્ષામાં  લગાવવામાં આવ્યા છે.

શપથ ગ્રહણ પહેલા જો બાઈડેનનુ ટ્વીટ - આ અમેરિકા માટે નવો દિવસ 
અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બાઈડેન થોડાક જ કલાક પછી દેશના 46મા રાષ્ટ્રપતિના રૂપમાં શપથ લેશે. શપથ ગ્રહણના ઠીક પહેલા તેમને ટ્વીટ કર્યુ,  'આ અમેરિકા માટે નવો દિવસ છે.' 


 માઇક પેન્સ પણ પત્ની સાથે બાઈડેનની શપથ ગ્રહણમાં પહોંચ્યા
 
પૂર્વ ઉપરાષ્ટ્રપતિ માઈક પેસ પણ રાષ્ટ્રપતિના શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેવા ઉપસ્થિત થવા કેપિટલ બિલ્ડિંગ પહોંચ્યા છે


બરાક ઓબામા અને બિલ ક્લિન્ટન જો બાઈડેનના શપથ ગ્રહણ સમારોહમાં પહોંચ્યા
 
બરાક ઓબામા અને બિલ ક્લિન્ટન અમેરિકાના 46 મા રાષ્ટ્રપતિ તરીકે બાઈડેનના શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેવા કેપીટલ બિલ્ડિંગ પહોંચ્યા છે.


કમલા હેરિસના ગામ થુલાસેંડપુરમ માં દિવા   પ્રગટાવવામાં આવ્યા