શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: બીજિંગ , બુધવાર, 28 ડિસેમ્બર 2022 (12:35 IST)

ચીનમાં કોરોનાથી મચ્યો હાહાકાર, હોસ્પિટલોમાં લાશોનો ઢગલો, VIDEO જોઈને ગભરાઈ જશો

china corona
ચીનમાં એકવાર ફરી કોરોનાએ હાહાકાર મચાવી દીધો છે. અહી કોરોનાના મામલા સતત વધી રહ્યા છે. અહી તબાહીનુ સૌથી મોટુ કારણ કોરોનાનો  BF.7 વૈરિએંટ છે, જેને ખૂબ ખતરનાક માનવામાં આવી રહ્યો છે. સોશિયલ મીડિયા પર જે વીડિયો સામે આવી રહ્યો છે તેમા બતાવાય રહ્યુ છે કે હોસ્પિટલ લાશોથી ભરેલુ છે. અનેક સ્થાનો પર તો એ પણ જોવા મળી રહ્યુ છે કે અંડરગ્રાઉંડ પાર્કિંગ્સમાં લાશોને બાંધીને મુકવામાં આવી છે. 
 ચીન ડોક્ટરો, હોસ્પિટલો અને મેડિકલ સુવિદ્યાઓના અભાવનો સામનો કરી રહ્યા છે. સ્મશાનોની બહાર લાંબી લાઈનો લાગી છે અને ડેડબોડીના અંતિમ સંસ્કાર માટે નંબર આવવામાં બે-ત્રણ દિવસ લાગી જાય છે.  સરકાર આ લાશોને કંટ્રેનર્સમાં ભરીને સ્મશાનમાં લઈ જઈ રહી છે. 
 
 ટ્વિટર યુઝર જેનિફર ઝેંગે તેના ટ્વિટર હેન્ડલ પર ચીનના કેટલાક વીડિયો શેર કર્યા છે, જે ખૂબ જ ડરામણા છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે શાંઘાઈની એક હોસ્પિટલમાં મૃતદેહોને પોલિથીનથી બાંધીને રાખવામાં આવે છે. જ્યાં સુધી આંખ દેખાય છે ત્યાં સુધી માત્ર મૃતદેહો જ દેખાય છે.

 
જ્યારે બીજા વીડિયોમાં લિયાઓનિંગ પ્રાંતના અંશાન શહેરનો જણાવવામાં આવ્યો છે. જેનિફરે તેના કેપ્શનમાં લખ્યું છે કે તેઓ બધા કહે છે કે લોકો તેનાથી (કોરોના) નથી મરી રહ્યા. જુઓ કેટલા લોકોના મોત થયા છે. શબઘરો ભરાઈ ગયા છે. ભૂગર્ભ ગેરેજને અસ્થાયી રૂપે શબઘરમાં રૂપાંતરિત કરવામાં આવ્યું હતું.
મીડિયા રિપોર્ટ્સમાં 25 કરોડ લોકોના કોરોના પોઝિટિવ હોવાનો દાવો 
 તમામ મીડિયા રિપોર્ટ્સ મુજબ ચીનમાં છેલ્લા 20 દિવસમાં 25 કરોડ લોકો કોરોના પોઝિટિવ થયા છે. જો કે ઈંડિયા ટીવી આ દાવાની પુષ્ટિ નથી કરતી. એક બાજુ ચીનમાં મોટી તબાહી મચી છે. તો બીજી બાજુ ચીને 8 જાન્યુઆરીથી કોરોના નિયમોમા છૂટ આપવાનો નિર્ણય લીધો છે. નવા નિયમ મુજબ વિદેશથી આવનારા મુસાફરોને કવારંટીનમાં છૂટ મળશે.