શનિવાર, 21 સપ્ટેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Updated : શુક્રવાર, 14 એપ્રિલ 2017 (09:53 IST)

અમેરિકાએ અફઘાનિસ્તાનમાં ISના આતંકીઓ ઉપર કર્યો હુમલો, 21 હજાર પાઉન્ડનો જંગી બૉમ્બ ફેંક્યો,

અમેરિકાએ અત્યાર સુધીંમાં વાપર્યો ન હોય તેવો 21 હજાર પાઉન્ડનો જંગી બૉમ્બ અફઘાનિસ્તાનમાં આઇએસઆઇએસના છુપા રહેઠાણોની દુર્ગમ અન્ડર ગ્રાઉન્ડ ટનેલોમાં ઝીક્યો છે આ નોન ન્યુક્લિયર બૉમ્બ ને ''મધર ઓફ ઓલ બૉમ્બ કહે છે ટ્રેમ્પ શાશનનો જબર  ધમાકો આ ટનેલોમાં આઈએસઆઈએસાઇના હથિયારોનો જંગી જથ્થો અને ટોચના આતંકીઓ હોવાની સંભાવના છે  એવું પહેલીવાર થયું છે જ્યારે અમેરિકાઇ યુદ્ધમાં જીબીયૂ 43 બોમ્બનો ઉપયોગ કર્યો છે.
 
GBU-43/B મૈસિવ ઓર્ડિનંસ એર બ્લાસ્ટ (MOAB) નામથી આ બોમ્બને મધર ઓફ ઓલ બમ્સ પણ કહેવામાં આવે છે. તેનું વજન 21,600 પાઉન્ડ છે. તે જીપીએસથી સંચાલિત થવાનો વિસ્ફોટક છે. અમેરિકાએ તેનો ઉપયોગ પહેલી વખત કર્યો છે.
 
 
શક્તિશાળી બોમ્બની ખાસિયત
 
- તે 30 ફીટ લાંબો અને 40 ઈંચ (1મીટર) પહોળો છે
- તેનું વજન 21,000 એલબીએસ (9500 કિલો) છે, જે હિરોશીમામાં ઝીંકાયેલા - ન્યૂક્લિયર બોમ્બ કરતા વજનદાર છે
- તે મધર ઓફ ઓલ બોમ્બ તરીકે ઓળખાય છે
-તે યુએસ મિલીટ્રીનું સૌથી મોટું નોન-ન્યૂક્લિયર હથિયાર છે
-તેના દરેક બોમ્બની કિંમત અંદાજે 16 મિલિયન ડોલર થાય છે
-તેનો વિસ્ફોટ 11 ટન TNT બરાબર છે અને બ્લાસ્ટનો રેડિયસ માઈલો સુધી છે
-2003માં યુએસ ફોર્સ દ્વારા પહેલીવાર ટેસ્ટ કરાયો હતો
- તે કોઈ લાંબા સમયની રેડિએશન ઈફેક્ટ્સ છોડતું નથી