મંગળવાર, 3 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શનિવાર, 26 નવેમ્બર 2016 (15:40 IST)

નોટબંધીમાં ગરીબો માટે રાહતનુ પડીકું - 10 રૂપિયામાં બે ટાઈમનુ કરિયાણું

પાંચસો અને હજાર રૂપિયાના નોટ બંધ થવાથી રોજ કમાવીને ખાનારા સામે બે સમયનુ ભોજનનુ સંકટ બની ગયુ છે. આવામાં  ગરીબ મજૂરોના ઘરે ચૂલો બળે એ માટે હોશંગાબાદના કેટલાક વેપારીઓએ દસ રૂપિયામાં દાળ ચોખા ગોળ તેલ મસાલાની પડિકુ વેચવુ શરૂ કરી દીધુ છે.  તેમા એટલો  સામાન હોય છે કે ગરીબનો પરિવાર બે સમય ભોજન કરી લે છે.  જો મજૂર પાસે પૈસા નથી તો તેને આ પડીકું ઉધાર પણ મળી જાય છે. 
 
મોટી નોટો બંધ થવાથી સામાન્ય વર્ગ અને મજૂરની પરેશાની વધી ગઈ છે. બેંકમાં લાંબી લાઈનો લાગી છે તો એટીએમ બંધ છે. હવે આવામાં પૈસા ક્યાથી આવે એ મુસીબત છે.  ઠેકેદારો પાસે મજૂરોને સાપ્તાહિક ચુકવણી કરવા માટે રોકડ રકમ નથી. આવામાં ગરીબના ઘરે બે સમયનુ ભોજન તૈયાર થઈ જાય એ માટે કરિયાણા વેપારીએઓ રાહતનુ પડીકુ બનાવ્યુ છે. તેમા દાળ ચોખા સહિત દરેક એ વસ્તુ છે જે સાધારણ ભોજન બનાવવા માટે જરૂરી છે. 
 
તેમનુ કહેવુ છે કે ગરીબ માટે અમે દસ રૂપિયામાં કરિયાણુ આપી રહ્યા છે. તેમા બે સમયનુ ભોજન બની જાય તેટલી સામગ્રી છે. અમારી દુકાન 50 વર્ષ જૂની છે. ગરીબ અને મજૂર અમારા જૂના ગ્રાહક છે. તેમની મદદ કરવી અમારુ કર્તવ્ય છે.