આખરી શ્વાસે તકાજો થાય છે,
પાપપુણ્યોના હિસાબો થાય છે.
જેટલા આપું જવાબો જાતને,
એટલાં સામે સવાલો થાય છે.
ના થઈ શકયા જે ખુલ્લી આંખથી,
બંધ આંખોથી પ્રવાસો થાય છે.
દોડતા જઈને મારી રોજની બકાડીએ બેસવું છે રોજ સવારે ઉચા અવાજે રાષ્ટ્રગીત ગાવું છે નવી નોટ ની સુઘંદ લેહતા પેલા પાને સુંદર અક્ષરે મારું નામ લખવું છે
મારે ફરી એક વાર શાળાએ જવું છે
આજનો સુવિચાર:- શ્રી રામ શ્રી રામ શ્રી રામ એમ ટહુકાર કરતી કવિતારૂપી શાખા પર બેસીને ટહુકાર કરતી વાલ્મીકિરૂપી કોયલને હું વંદન કરું છું. – શ્રી રામ રક્ષાસ્ત્રોત્ર
બાળકનો જન્મ થતા, ભાગદોડ કરનારા દવા લાવનારા, ચા-કોફી આપનારા
પૈસાની જોડતોડ કરનારા ........ એ પિતા હોય છે સૌને લાવવા, લઈ જવા જાતે જ રસોઈ બનાવવી Surgery પછી પત્નીને તકલીફ ન થાય તેથી બાળક રડે તો આખી રાત જાગનારા
ખૂબ દૂર આકાશમાં
ચમકતા જોયો હતો ગઈકાલે તેને
એકવાર તેના માટે પ્રાર્થના કરી હતી
લાગે છે કે તે કબૂલ થઈ ગઈ
તેના સુધી પહોંચવુ અશક્ય તો નહોતુ
પણ પગ કેમ જાણે આગળ વધ્યા જ નહી
અને અચાનક સાંજ પડી ગઈ
મોંધુ ખૂબ બજાર છે રે ભાઈ
ખિસ્સા પર ભાર છે, રે ભાઈ
દાળ વધારી રહી છે બીપી
મીઠી ખાંડમાં પણ કડવાહટ છે, રે ભાઈ
શાકભાજીમાંથી ગાયબ થયા મસાલા
સાવધાની ભર્યો વઘાર છે, રે ભાઈ
મૂંછોની પર નથી ચોંટતો હવે ભાત
નસીબમાં રોટલી ચાર છે, રે ભાઈ
પૂરી-ઢેબરા ...
ઘરમાં મારો જન્મ થતા
ભલે કોઈને ખુશી ન થઈ
પણ મારુ એક સ્મિત જોઈને
પપ્પાની આંખો હસી રહી
ઘરમાં મારા માટે ભલે કદી
ન કોઈ ઢીંગલી આવી
પણ મને મળેલી ભેટને લેવા
ભાઈની આંખોમાં ચમક આવી
આઝાદી છે આવ રે આવ
હુ પણ ખઈશ તુ પણ ખા.
ખાવાનો છે આ કેવો રાગ
મને આપ મારો ભાગ
પ્રજા કરે છે ગુસ્સો
આવ પ્રજાને આપ ઢુસ્સો
ખાવાની છે અલગ મજા
હુ પણ ખાઉ, તુ પણ ખા
માટી, ઈટ, ચારો ખા
અંશ નહી તો બધુ જ ખા
ખાટુ, મીઠુ, ખારુ ખા
સૂરજ, ચાંદ, તારા ખા
આ લાંચ ...
સંબંધોમાં આવી ગઈ કેવી તિરાડ પડોશવાળી ભાભી નથી રાખતી હવે વાડકીનો વ્યવ્હાર બાળકો નથી ખેંચતા, હવે કાકાના કાન ઘણુ દૂર થયુ હવે પડોશનુ મકાન સાથે જે જમતા હતા, હવે ખાઈ રહ્યા છે ખાર પડોશવાળી ભાભી નથી રાખતી હવે વાડકીનો વ્યવ્હાર